કપડવંજની HM ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનની ધરપકડ

Vadodara News - latest vadodara news 034023

DivyaBhaskar News Network

Dec 22, 2018, 03:40 AM IST
કપડવંજની ઓઇલ તેમજ સ્ટીલની પાઇપ બનાવતી કંપની દ્વારા બોગસ બિલ બનાવવાની સાથે વેચાણના ખોટા બિલ રજૂ કરી 14 કરોડની જી.એસ.ટી ચોરી કરવામાં આવી હોવાનું જણાતા સેન્ટ્રલ જી.એસ.ટી અને સેન્ટ્રલ એકસાઇઝ કમીશ્નરેટ ની ટીમ દ્વારા શુક્રવારે કંપનીના ચેરમેનને સમન્સ પાઠવીને ધરપકડ કરી હતી.

કપડવંજના મોડાસા રોડ પર આવેલ એચ.એમ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની દિવેલ, તેલ, સોલ્વન્ટ, જિનિંગ તેમજ સ્ટીલ પાઇપ બનાવવાનું કામ કરે છે. આ કંપની દ્વારા જી.એસ.ટી ચોરી કરવામાં આવતી હોવાની શંકાએ સેન્ટ્રલ જી.એસ.ટી અને એકસાઇઝ વિભાગ દ્વારા કંપનીની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી હતી. દરમિયાન કંપનીના હિસાબોની ચકાસણીમાં જે કંપનીને સ્ટીલની પાઇપો મોકલાઇ હતી, તે કંપની પાસે કોઈ પ્રકારના ઉત્પાદનો મળી આવ્યા ન હતા. આ સિવાય પણ કંપનીએ વેચેલા ઉત્પાદનો માલિકની અન્ય કંપનીએ જ માત્ર કાગળો પર માલની હેરાફેરી કરીને 14 કરોડની જી.એસ.ટી ચોરી કરી હોવાનું જણાતા સેન્ટ્રલ જી.એસ.ટી અને એકસાઇઝ વિભાગે શુક્રવારે કપડવંજની એચ.એમ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન પરેશ હરગોવિંદદાસ પટેલને સમન્સ પાઠવીને વડોદરા સ્થિત જી.એસ.ટી કાર્યાલય ખાતે બોલાવી પૂછપરછ કરતા ગુનો કબૂલ્યો હતો.

X
Vadodara News - latest vadodara news 034023
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી