ડ્રેનેજ પાઇપ કૌભાંડમાં બે ઇજનેરને ડિસમિસ કરાયા

Vadodara News - latest vadodara news 034019

DivyaBhaskar News Network

Dec 22, 2018, 03:40 AM IST
શહેરના નવાપુરામાં ત્રણ સ્થળે ડ્રેનેજ લાઇન નાંખવાના કૌભાંડમાં પાલિકાના વોર્ડ નંબર 5ના બે ઇજનેરોને નોકરીમાંથી ડીસમીસ કરવામાં આવ્યા છે. આ સિવાય, કોન્ટ્રાકટર અને બંને જવાબદાર ઇજનેર વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા માટે ફરમાન જારી કરવામાં આવ્યું છે.

નવાપુરામાં450 મીમીની પાઇપ નાંખવાના બદલે 300 મીમી પાઇપ નાંખી પાલિકાને આર્થિક નુકશાન કરાયુ હોવાનો ભાંડો ગુરુવારે ફુટયો હતો. આ કામગીરીમાં વરસાદી ગટરની કામગીરી કરનાર ઇજારદાર એમ એસ કન્સ્ટ્રકશન(13,ગંંગોત્રી પાર્ક,માંજલપુર)ની સાથોસાથ વોર્ડ નંબર 5ના નાયબ કાર્યપાલક ઇજનેર રાહુલ એસ શાહ અને એડી.આસી.એન્જિનીયર સુધીર બારૈયાની સીધી જવાબદારી નક્કી થઇ હતી. રાહુલ શાહ કોન્ટ્રાકટ પર 2012થી ફરજ બજાવતો હતો તો 2017થી સુધીર બારૈયા પાંચ વર્ષના પ્રોબેશન પર ફરજ બજાવતા હતા. આ બંને ઇજનેરોની બેદરકારી સપાટી પર આવતા મ્યુ.કમિશનર અજય ભાદુની સૂચનાથી ડેપ્યુટી કમિશનર સુધીર પટેલે બંનેયની નોકરી સમાપ્ત કરવાનો હુકમ ઇસ્યુ કર્યો હતો. તેમજ આર્થિક નુકશાની બદલ જવાબદારો અને કોન્ટ્રાકટર એમ એસ કન્સ્ટ્રકશન સામે પોલીસ ફરિયાદ કરવા સૂચના અપાઇ છે.

X
Vadodara News - latest vadodara news 034019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી