ચોકીદાર જ ચોર! ભાજપી કાઉન્સિલરની સાઇટ પર જ ગેરકાયદે પાણી કનેક્શન

Vadodara News - latest vadodara news 034015

DivyaBhaskar News Network

Dec 22, 2018, 03:40 AM IST
શહેરના માંજલપુર વિસ્તારના વોર્ડ નંબર 18ના ભાજપના કાઉન્સિલર કલ્પેશ પટેલ(જય રણછોડ)ની કન્સ્ટ્રકશન સાઇટમાં પાણીની લાઇનમાં ગેરકાયદે જોડાણ કરવાનું કૌભાંડ ઝડપાતાં દક્ષિણ ઝોન તરફથી પોલીસ ફરિયાદ કરવાની કવાયત હાથ ધરાઇ છે.

વોર્ડ નંબર 18ના ભાજપના કાઉન્સિલર કલ્પેશ પટેલ બિલ્ડર છે અને આશ્રય ગ્રૂપ હેઠળ જુદા જુદા વિસ્તારમાં બાંધકામનો વ્યવસાય કરે છે. ભાજપના કાઉન્સિલર કલ્પેશ પટેલની માંજલપુર સ્ટેલા મેરી સ્કૂલની સામે 13.50 મીટરના રોડ પર ઓફિસ છે અને ત્યાં ક્ષમા હાઇટ્સ નામની બિલ્ડિંગ બનાવવામાં આવી છે. જેની દુકાનો પાસે પાણીની લાઇન માટે ખાડો ખોદીને બે જોડાણ લેવા માટે ભાજપના કાઉન્સિલરે જ તડજોડ કરતાં ભારે હોબાળો મચી ગયો હતો. માંજલપુરની સંસ્થાના યુવા આગેવાને પાણી ચોરી કરવાનો રસ્તો કાઢતાં વિવાદ સર્જાયો હતો અને પાણી જોડાણ કરતા પ્લમ્બરને કામગીરી કરતાં અટકાવ્યો હતો.

દક્ષિણ ઝોનના કાર્યપાલક ઇજનેર અનુપ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ક્ષમા હાઇટ્સ માટે પાણીનું જોડાણ મંજૂરી વગર કરવા બદલ પોલીસ ફરિયાદ કરવાની સૂચના મળી છે અને તેના આધારે કાર્યવાહી હાથ ધરી છે.

દિલ્હી છું પણ લીકેજ કામગીરી હતી

માંજલપુરમાં ક્ષમા હાઇટ્સ મારી જ સાઇટ છે અને ત્યાં પાણીની લાઇનમાં લીકેજ હોવાથી તેની મરામત કરવા માટે કામગીરી કરવા જાણ કરાઇ હતી. હાલમાં હું ંમારા ધંધાદારી કામે દિલ્હી છું અને મેં કોઇ પાણીચોરી કરી નથી,મને બદનામ કરવા આક્ષેપ કરાયો છે. કલ્પેશ પટેલ(જય રણછોડ), કાઉન્સિલર વોર્ડ નંબર 18

અગાઉ 8 બિલ્ડરો સામે પોલીસ ફરિયાદ

પાણી ચોરી કરતાં લોકો સામે હાથ ધરેલી ઝુંબેશમાં અગાઉ કુલ આઠ બિલ્ડરો વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.જેમાં સયાજીપુરા રોડની શ્રી રંગમ વિન્ટેજના ડેવલપર રાજેશ પટેલ, સિધ્ધેશ્વર ઓનેસ્ટના શૈલેશ ગોવાળિયા તેમજ સયાજીપુરાના જ સિધ્ધેશ્વર હેરિટેજના ડેવલપર ઘનશ્યામ કાછડિયા વિરુધ્ધ બાપોદ પોલીસ સ્ટેશનમાં પાલિકાએ ફરિયાદ આપી હતી. તદુપરાંત, સિધ્ધેશ્વર ઓેસ્ટના કિસ્સામાં લાયસન્સ પ્લમ્બર કેયુર જી ગજ્જરનુ રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું હતું.

X
Vadodara News - latest vadodara news 034015

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી