સ્ટેશનના સ્ટોલ પર ભળતા જ લોટનાં ભજિયાં-સમોસા

DivyaBhaskar News Network

Dec 22, 2018, 03:40 AM IST
Vadodara News - latest vadodara news 034012
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

વડોદરા રેલવે સ્ટેશન ખાતે શુક્રવારે ઝોનલ રેલવે કમિટી દ્વારા કરેલી મુલાકાત અને ચેકિંગ દરમિયાન કેટલાક ફૂડ સ્ટોલ પરથી ફૂડ ક્વોલિટી ખરાબ નીકળી હતી. જ્યારે જનતા ખાવાનું પણ કેટલાક ફૂડ સ્ટોલ પર ન હોવાનું જણાયું હતું. જે અંગે ડી.આર.એમ.ને રજૂઆત કરતાં તેમણે સ્ટોલ ધારક સામે દંડાત્મક પગલાં લેવાની બાંયધરી આપી હતી. આ સાથે કમિટી દ્વારા ડિવિઝનમાં અન્ય પેસેન્જર સુવિધાનાંં કામો અંગેે પણ સૂચન કરાયાં હતાં.

ભારત સરકારના રેલવે મંત્રાલયના પશ્ચિમ ઝોનના સભ્યોએ આજે વડોદરા રેલવે સ્ટેશનની મુલાકાત લઇ પ્લેટફોર્મ, ટોઇલેટ,સ્ટોલનું નિરીક્ષણકરી પેસેન્જરોની સુવિધા અંગે ચકાસણી કરી હતી. કમિટીના સભ્યો રાકેશ શાહ , અંબાલાલ બાબરિયા , સંતોષ તિવારી ,અરુણાબેન પંચાલ સહિત અંદાજે 10 સભ્યો દ્વારા બપોરે સ્ટેશનની મુલાકાત દરમિયાન રિનોવેશનની કામગીરી પણ ચકાસી હતી. કમિટી સભ્ય સંતોષ પવાર દ્વારા જણાવ્યા મુજબ આઇઆરસીટીસીનું બેઝ કિચન હોવા છતાં તેમાં અયોગ્યતા જણાઇ હતી.સ્ટોલ પર ગરીબો માટેનું જનતા ખાવાનું કે જેમાં માત્ર 15 રૂ.માં પૂરી અને શાક અપાય છે જે ફરજિયાત હોવું જોઇએ તે નહોતું.જયાં અપાતું હતું. ત્યાં ખુલ્લી પ્લેટમાં આપતા હતા.

જે નિયમ વિરૂધ્ધ છે. ભજિયાં -સમોસામાં ભેળસેળ હતી.ખુલ્લા માં વેચાતા ભજીયા -સમોસા હાર્ડ હતા. જે ભેળસેળ વાળા લોટના જણાંયા હતા. જે સ્ટોલ ધારકો સ્ટોલ ખરીદે છે . તે અન્યને સ્ટોલ ભાડે આપી દે છે. જેથી ખાવાની ક્વોલીટી મેનટેન થતી નથી. જે અંગે ડી.આર.એમ.ને રજૂઆત કરવામાં આવી હતી. સ્ટેશન વિઝિટ બાદ ડી.આર.એમ.સાથે પ્રતાપનગર મુલાકાત કરવામાં આવી હતી.

જેડઆરયુસીસીની ટીમે વડોદરા રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી હતી.

X
Vadodara News - latest vadodara news 034012
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી