તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શું કહે છે તબીબો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વાઇન ફ્લૂએ ફરી માથું ઉચકતાં લોકોમાં ગભરાટ

સ્વાઇનફ્લૂનો હાઉ લોકોમાં દૂર થાય તેથી કેન્દ્ર સરકાર દ્વારા તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. ટેમી ફ્લૂનો પાંચ દિવસનો કોર્સ કર્યા બાદ સ્વાઇન ફ્લૂનો દર્દી ચેપમુક્ત થાય છે. તેમજ મૃતદેહ ઉંચકનાર લોકોએ પણ સ્પે.પ્રોટેક્શન શ્યૂટ પહેરવાની જરૂર નથી. જોકે ગાઇડ લાઇન અંગે સયાજી હોસ્પિટલના સત્તાધીશો અજાણ હોવાનું જણાયું હતું.

શહેરમાં ચાલુ વર્ષે ત્રણ કેસ પોઝિટિવ આવ્યા છે. જે પૈકી એક વ્યક્તિનું મોત થયાનું સેવાસદનના આરોગ્ય વિભાગ દ્વારા જાણવા મળ્યું હતું. ઠંડી વધતાં રોગના દર્દીઓમાં વધારો થાય છે. ગત વર્ષે સ્વાઇન ફ્લૂના પગલે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સેવાસદનના મુખ્ય આરોગ્ય અમલદાર ડો.દેવેશ પટેલના જણાવ્યા મુજબ સ્વાઇન ફ્લૂ અંગે કેન્દ્ર સરકાર દ્વારા જારી કરેલી નવી ગાઇડ લાઇનમાં તેને મહામારી ગણી નથી. તેને લોકલ વાયરલ ડિસીઝ ગણવામાં આવ્યો છે. જેને સ્વાઇન ફ્લૂ થયો હોય તેને પાંચ દિવસ ટેમી ફ્લ્યૂ લીધી હોય તો આવા રોગીનો ચેપ અન્યને લાગતો નથી તેમજ મૃતદેહને ઘરે પણ લઇ જવાય છે. અગાઉ માત્ર 24 કલાકમાં તેનો નિકાલ કરવો પડતો હતો.

સ્વાઇન ફ્લૂની બદલાયેલી ગાઇડલાઈન અંગે સયાજી હોસ્પિટલના સત્તાધીશો અજાણ

^જો સ્વાઇન ફ્લૂ ડિટેક્ટ થતાં પહેલાં તેનો ચેપ લાગ્યાની શંકા હોય તેવા લોકો પણ જો પાંચ દિવસ ટેબ્લેટનો કોર્સ કરે તો ચેપમુક્ત થાય છે. સરકાર દ્વારા હવે મૃતદેહ ઘરે લઇ જવા મંજૂરી અપાય છે. > ડો.બિરેન ચૌહાણ, ગ્લોબલહોસ્પિટલ

^સ્વાઇન ફ્લૂથી મૃત્યુ પામેલા દર્દીના મૃતદેહને રેપઅપ કરી સીધો સ્મશાને લઇ જવો પડે, ઘરે લઇ જવાય નહીં. કોઇને ચેપ લાગે નહીં તે જાળવવું પડે. > ડો.રાજીવ દેવેશ્વર , સુપરિન્ટેન્ડન્ટ,સયાજી હોસ્પિટલ

અન્ય સમાચારો પણ છે...