વડોદરાના સોનીએ 660 ગ્રામ સોનું 18.61 લાખમાં ખરીદ્યું

DivyaBhaskar News Network

Dec 22, 2018, 03:40 AM IST
Vadodara News - latest vadodara news 034004
આવકવેરા વિભાગ દ્વારા વર્ષ 1999માં જપ્ત કરાયેલા સોનાના દાગીનાની હરાજીમાં 14 જેટલા વેપારીઓએ ભાગ લીધો હતો, જેમાંથી વડોદરાના સોનીએ 18.61 લાખમાં 660 ગ્રામ વજનના સોનાના દાગીના ખરીદ્યા હતા.

પૂરનચંદ શર્મા નામના વ્યક્તિ પાસેથી આવકવેરા વિભાગને 76.57 લાખ ઉપરાંતની રકમ લેવાની થતી હતી. જેના કારણે વર્ષ 1999માં આવકવેરા વિભાગના સર્ચ ઓપરેશન દરમ્યાન 659.800 ગ્રામ વજનના સોનાના દાગીના જપ્ત કરાયા હતા. જે છેલ્લા 19 વર્ષથી આવકવેરા વિભાગ પાસે હતા. અંતે આવકવેરા વિભાગે જાહેર હરાજી કરવાનું નક્કી કર્યું હતું. બુધવારે યોજવામાં આવેલી જાહેર હરાજીમાં મુંબઈ, રાજકોટ, ઉદયપુર, અમદાવાદ, આણંદ અને વડોદરા સહિતના 14 વેપારીઓએ ભાગ લીધો હતો.

આ દાગીનાઓની હરાજી માટે આવકવેરા વિભાગ દ્વારા 15.81 લાખની લઘુત્તમ કિંમત નક્કી કરવામાં આવી હતી. વડોદરાના સાઈ જવેલર્સના માલિક દિપક સોનીએ 18.61 લાખમાં આ દાગીના ખરીદ્યા હતા.

X
Vadodara News - latest vadodara news 034004
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી