ન્યૂ ઇન્ડિયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવાનોએપાર્ટ ટાઇમ ધોરણે પોલિટિકસમાં ઇન્વોલ્વ થવું જોઇએ તેમ ભાજપના યુવા મોરચાનાં રાષ્ટ્રીય અધ્યક્ષા અને સાંસદ પૂનમ મહાજને વડોદરામાં જણાવ્યું હતું.

ભારત જોડો અભિયાન અંતર્ગત ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચાનાં અધ્યક્ષા પૂનમ મહાજન ગુજરાતના પ્રવાસે આવ્યાં હતાં. પૂનમ મહાજન અમદાવાદ,કરમસદ અને આણંદ ખાતે આયોજિત કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ મોડી સાંજે વડોદરા આવી પહોંચ્યાં હતાં. એમ એસ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા સીસી મહેતા ઓડિટોરિયમમાં વ્યાવસાયિક યુવાનો સાથે વાર્તાલાપનો કાર્યક્રમ યોજાયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મનકી બાતમાં સંકલ્પથી સિદ્ધિ મહાઅભિયાનની શરૂઆત ને એકીકૃત ભારત માટે એક દેશવ્યાપી આંદોલન શરૂ કરવાની અપીલમાંથી પ્રેરણા લઇને સાંસદ એવાં યુવા મોરચાનાં રાષ્ટ્રીય અધ્યક્ષાએ અભિયાન ભારતભરમાં કરવાનું નક્કી કર્યું હતું.

વરસતા વરસાદની સ્થિતિમાં પણ યુવા મોરચા તરફથી ત્રણ ત્રણ સ્થળે થયેલા સ્વાગતથી પ્રભાવિત થઇને સીસી મહેતા ઓડિટોરિયમમાં વડોદરામાં યુવા વ્યાવસાયિકોને સંબોધન કરતાં પૂનમ મહાજને જણાવ્યું હતું કે, વિદેશમાં ભારતની શાખ છેલ્લાં ત્રણ વર્ષમાં ખૂબ વધી છે અને પ્રધાનમંત્રી કાર્યાલય રાઉન્ડ ધી કલોક 24 કલાક કાર્ય કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી તમામના મેઇલનો જવાબ આપે છે અને જરૂર પડે મેઇલ કરનારાને રૂબરૂ મુલાકાત પણ આપે છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ પોતાના રોજના શિડયુલમાં સવારના નાસ્તા માટે, બપોરના જમવા માટે અને રાતના જમવા માટે ચોક્કસ સમય ફાળવતા નથી અને સતત કામમાં ધ્યાન આપે છે. તેમણે યુવાનોને પાર્ટ ટાઇમ પોલિટિકસમાં ભાગ લેવા માટે શીખ આપીને ન્યૂ ઇન્ડિયા પર ભાર મૂકયો હતો.

વડાપ્રધાન તમામના મેઇલનો જવાબ આપે છે,જરૂર પડે મેઇલ કરનારાને રૂબરૂ મુલાકાત આપે છે

ભાજપ યુવા મોરચાના કાર્યક્રમમાં સાંસદ પૂનમ મહાજને હાજરી આપી હતી.

યુવાનો પાર્ટટાઇમ પોલિટિકસમાં ઇન્વોલ્વ થાય: પૂનમ મહાજન

અન્ય સમાચારો પણ છે...