• Gujarati News
  • National
  • મુખ્યમંત્રીની હાજરીમાં યુવા સંમેલનનું આયોજન

મુખ્યમંત્રીની હાજરીમાં યુવા સંમેલનનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિહર્સલમાં પ્રભારી સચિવ 1 કલાક મોડા પડતાં બાળકો હેરાન-પરેશાન

નવલખી મેદાન ખાતે ધ્વજવંદન પર્વનું ફુલ રિહર્સલ સવારે 8.45 કલાકે રાખવામાં આવ્યું હતું. જેના પગલે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેનારા વિવિધ શાળાઓના બાળકોને સવારે 8 વાગે નવલખી મેદાન ખાતે લાવવામાં અાવ્યા હતા. ઉપરાંત પરેડ માટેના પોલીસ જવાનો, પોલીસ બેન્ડના જવાનો, સલામી આપનારા પોલીસ જવાનોનો વિશાળ કાફલો મેદાન ખાતે તહેનાત થઇ ગયો હતો.

જિલ્લાના પ્રભારી સચિવ એલ.ચુઆંગોની ઉપસ્થિતિમાં યોજાનાર રિહર્સલને કારણે જિલ્લા વિકાસ અધિકારી સહિત જિલ્લાના ઉચ્ચાધિકારીઅો પણ મેદાન ખાતે આવી પહોંચ્યા હતા. પરંતુ પ્રભારી સચિવ ચુઆંગો કોઇ કારણોસર 8.45 કલાકે યોજાનાર રિહર્સલ સમયે આવી શક્યા નહોતા. જેથી વારંવાર રિહર્સલમાં મોડું થયું હોવાનું એનાઉન્સમેન્ટ કરવું પડ્યું હતું.

પ્રભારી સચિવ ચુઆંગો રિહર્સલના નિર્ધારિત સમય કરતાં કલાક એટલે કે, સવારે 9.40 કલાકે મેદાન ખાતે આવ્યા બાદ રિહર્સલ શરૂ થયું હતું.જે અંતર્ગત પહેલાં ધ્વજવંદન થયું હતું. ત્યારબાદ પોલીસ જવાનો દ્વારા સલામી અપાઇ હતી. જ્યારે બાળકો દ્વારા રંગારંગ કાર્યક્રમ પ્રસ્તુત થયો હતો. રિહર્સલ મોડું થવાને કારણે સવારે 8 વાગ્યાથી મેદાન ખાતે લાવવામાં આવેલા શાળાના બાળકો અકળાઇ ઉઠ્યા હતા. સ્વતંત્રતા પ‌ર્વની ઉજવણી ટાઇમ ટુ ટાઇમ થાય તે માટે યોજાયેલું રિહર્સલ મોડું થયું હતું.

સવારે 8 વાગ્યાથી બાળકોને લવાયા હતા : સચિવ 9.40 વાગે આવ્યા

સાવલીમાંમહિલા સંમેલનમાં પણ હાજરી આપશે

મુખ્યમંત્રી વિજય રૂપાણી સોમ-મંગળ બે દિવસ વડોદરામાં

વડોદરામાં યોજાનાર રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વનું રિહર્સલ મોડું થયું

અન્ય સમાચારો પણ છે...