• Gujarati News
  • National
  • સ્ટર્લિંગ નાઇજિરિયાથી દર મહિને 10 લાખ બેરલ ક્રૂડ એકસ્પોર્ટ કરે છે

સ્ટર્લિંગ નાઇજિરિયાથી દર મહિને 10 લાખ બેરલ ક્રૂડ એકસ્પોર્ટ કરે છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાઇજિરિયામાંસ્ટર્લિંગ ઓઇલ એક્સપ્લોરેશન એન્ડ ઉર્જા ઉત્પાદન કંપની લિમિટેડ (સીઇઇપીસીઓ) દર મહિને 10 લાખ બેરલ ક્રૂડ ઓઇલ એક ખાનગી ઓઇલ કંપની તરીકે ભારતને એક્સપોર્ટ કરીને મહિને રૂપિયા 330 કરોડનો બિઝનેસ કરતી હોવાની વિગતો સાંપડી છે.

સાંડેસરા ગ્રૂપ નાઇજિરિયામાં સ્ટર્લિંગ ઓઇલ એક્સપ્લોરેશન એન્ડ ઉર્જા ઉત્પાદન લિમિટેડ (સીઇઇપીસીઓ) કંપની ધરાવે છે. વર્ષ 2004-05માં નાઇજિરિયામાં ઓઇલ ફિલ્ડ મેળવનારા સાંડેસરા ગ્રૂપે વર્ષ 2010-11થી ક્રૂડ ઓઇલ શોધીને તેનું સફળતાપૂર્વક ઉત્પાદન શરૂ કર્યું હતું. માત્ર 2 હજાર બેરલ ક્રૂડ ઓઇલથી ઉત્પાદન શરૂ કરનાર સાંડેસરા ગ્રૂપની સ્ટર્લિંગ ઓઇલ હાલમાં દરરોજ 31 હજાર બેરલ ક્રૂડ ઓઇલ ઉત્પાદન કરે છે. જેમાંથી તે દર મહિને ભારતને 10 લાખ બેરલ ક્રૂડ ઓઇલ એક્સપોર્ટ તરીકે આપે છે. દર મહિને 10 લાખ બેરલ ક્રૂડ ઓઇલ આપનારી ઓએનજીસી બાદ સાંડેસરા ગ્રૂપની સ્ટર્લિંગ ઓઇલ પ્રથમ ખાનગી કંપની છે, જે વિદેશમાં ઓઇલ ફિલ્ડ ધરાવે છે. દર મહિને રૂપિયા 330 કરોડનો બિઝનેસ કરનારી તે ઓઇલ ક્ષેત્રની મૂળ ભારતના માલિકોની પણ વિદેશથી ઓપરેટ કરનારી પ્રથમ ખાનગી કંપની બની છે. આગામી બે વર્ષમાં કંપની દરરોજ 1 લાખ બેરલ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

સ્ટર્લિંગ કંપનીના ડાયરેકટર હિતેશ પટેલે જણાવ્યું હતું કે, કંપનીનાં કુલ પાંચ ઓઇલ ફિલ્ડ છે. ઓઇલ ક્ષેત્રની વિદેશથી કામ કરતી હોય તેવી પ્રથમ ભારતીય ખાનગી કંપની છે.

2વર્ષમાં 1 લાખ બેરલ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક

હાલમાં દરરોજ 31 હજાર બેરલ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન

અન્ય સમાચારો પણ છે...