તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જાન્યુઆરીથી ઇસરો અત્યાર સુધીના સૌથી વધુ હેવી 3.3 ટનના સેટેલાઇટ લોન્ચ કરશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાન્યુઆરીથી ઇસરો અત્યાર સુધીના સૌથી વધુ હેવી 3.3 ટનના સેટેલાઇટ લોન્ચ કરશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવલકિશોર ગુપ્તાએ જણાવ્યું કે, ઇસરોમાં કોઇ પણ પ્રોજેક્ટનો ખૂબ રિગરીયસ રિવ્યૂસ કરાય છે. એક પ્રોજેક્ટ માટે જો 10 સિસ્ટમ કામ કરતી હોય તેના પ્રત્યેક સિસ્ટમના લિડર પોતાના નિર્ણયો લેવા સ્વતંત્ર હોય છે.

વિદેશમાં સેટેલાઇટ તૈયાર કરવા માટે બહારના દેશોની ટેકનોલોજી પર આધાર રાખવો પડે છે જ્યારે ભારતમાં સેટેલાઇટ્સ તૈયાર કરવામાં સફળતાઓ એક પછી એક મળી રહી છે પરંતુ તેનાથી નાના સ્કેલની એરક્રાફટ તૈયાર કરવાની પહેલ દેશમાં નથી થઇ તે પ્રકારની ચર્ચા પણ કાર્યક્રમમાં થઇ હતી.

પહેલા સેટેલાઇટ છોડવા માટે જે રોકેટ તૈયાર કરાતા હતા તેના માટે રશિયા આખુ એન્જિન આપતું હતું પરંતુ ક્રાયોજેનીક એન્જિનની ટેક્નોલોજી આપવાનું રશિયાએ બંધ કર્યું એટલે ઇસરોએ તૈયાર કરેલા એન્જિનનો ઉપયોગ થયો અને દેશની પ્રગતિ થઇ.

દેશમાં સ્પેસ પ્રોગ્રામ શરૂ થયા બાદ સેટેલાઇટને અવકાશમાં છોડવા માટે પહેલા એસ.એલ.વી.અને એ.એસ.એલ.વી. 2 રોકેટ તૈયાર કરાયા હતા. બંને રોકેટમાં ઘન બળતણનો ઉપયોગ કરાયો હતો. બાદમાં તેમાં બળતણ તરીકે ઘન અને પ્રવાહી પદાર્થોનો ઉપયોગ કરાયો જેથી સેટેલાઇટને ગમે ત્યારે અટકાવી શકાય. બાદમાં પી.એસ.એલ.વી. અને જી.એસ.એલ.વી. રોકેટ તૈયાર થયા ખાસ કરીને જી.એસ.એલ.વી. રોકેટમાં માર્ક 2 અને માર્ક 3 જે ક્રાયોજેનીક એન્જિન ધરાવે છે. તે લેટેસ્ટ ટેકનોલોજી ધરાવે છે.

સિટી રિપોર્ટર @cbvadodaraઇન્ડિયનસ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) વર્તમાન સમયમાં સફળતાના સાતમા આસમાને છે. દેશમાજ બનતી ટેકનોલોજીથી અને દેશમાં તૈયાર થતા રોકેટ્સના કારણે ઇસરોએ એક પછી એક સેટેલાઇટ્સ સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે. જાન્યુઆરીમાં 2017ની શરૂઆતમાં ઇસરો અત્યાર સુધીનું સૌથી હેવી 3.3 ટન વજન ધરાવતા સેટેલાઇટ લોન્ચ કરશે.સેટેલાઇટ્સ લોન્ચ થવાના કારણે વધારે મશીન્સ સ્પેસમાં જઇ અને ત્યાંથી વધુ સારી કનેક્ટિવિટી આપી શકશે એમ ઇસરોના પૂર્વ ડે. ડાયરેક્ટર, હાલમાં પ્રોગ્રામ લોન્ચ કરતી ટીમના મુખ્ય સદસ્ય નવલકિશોર ગુપ્તાએ જણાવ્યું હતુ.રવિવારે વડોદરા ઇનોવેશન કાઉન્સિલ દ્વારા એક લેક્ચર યોજાયું હતુ. જેમાં નવલકિશોર ગુપ્તાએ ઇસરોની સફળતાને ઝડપી નિર્ણય લેવાની આવડત વિશે જણાવ્યું હતુ કે, ‘વર્તમાન સમયમાં ઇસરો સ્પેસ પ્રોગ્રામમા વિશ્વની સરખામણીએ બરાબર છે. દેશમાં ક્રાયોજેનીક એન્જિન એટલે કે ઠંડાગાર બળતણ સાથે ઓપરેટ થાય તેવા સેટેલાઇટ બનાવી શકતા હોવાથી ફ્રાન્સ પાસે લોન્ચીંગ કરાવતું હતુ. જ્યારે હવે એશિયાના નાના દેશો માટે તેમજ વિશ્વના અન્ય કેટલાક દેશો માટે સ્પેસ યાન લોન્ચ કરી આપે છે. દેશમાજ ક્રાયોજેનીક એન્જિન બનવાએ ઇસરોની સૌથી મોટી સફળતા છે. આગામી વર્ષોમાં હ્યુમન સ્પેસ પ્રોગ્રામ પણ સફળતાપૂર્વક લોન્ચ થશે પરંતુ તે ક્યારે થઇ શકે તે ચોક્કસપણે કહી શકાય નહી પરંતુ વિશ્વમાં જે દેશ સ્પેસમાં પ્રગતિ કરી રહ્યાં છે. તેમા ભારતની ગંભીર નોંધ લેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો