તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિટી રિપોર્ટર|વડોદરા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર|વડોદરા

શહેરનાકારેલીબાગ પાણીની ટાંકી પાસે સમર્થ મિત્ર મંડળ દ્વારા યોજાયેલા ગણેશોત્સવ દરમિયાન શ્રીજીનાં દર્શન કરવા આવી રહેલા ભક્તો પાસેથી નોટબુક, પેન્સિલ, પેન અને શાર્પનર તથા ઇરેઝર સહિતની સ્ટેશનરી ચીજોને પ્રસાદી તરીકે મેળવાઇ રહી છે. ગણેશોત્સવના 10 દિવસ દરમિયાન એકત્ર કરાયેલી સ્ટેશનરીની ચીજોને મ્યુનિસિપલ સ્કૂલનાં બાળકોને વહેંચી દેવાશે.

શહેરના કારેલીબાગ સમર્થ મિત્ર મંડળ દ્વારા ગણેશોત્સવમાં ભક્તો પાસેથી સ્ટેશનરીની ચીજો પ્રસાદી તરીકે મેળવાઇ રહી છે. સમર્થ મિત્ર મંડળના વિહંગ શાહે જણાવ્યું હતું કે, ગણેશોત્સવના એક સપ્તાહ પહેલાં સોશિયલ નેટવર્કિંગ માધ્યમથી પ્રેરાઇ અમે અમારા શ્રીજીના ઉત્સવમાં વિષયને વણી લીધો હતો. અત્યાર સુધી દિવસમાં 200થી વધુ નોટબુક, 250થી વધુ પેન્સિલ અને શાર્પનર તથા ઇરેઝર સહિતની ચીજો પ્રસાદી તરીકે મેળવાઇ છે. ગણેશોત્સવ બાદ મ્યુનિસિપલ સ્કૂલના જરૂરિયાતમંદ બાળકોને ચીજો વહેંચી દેવાશે. અનોખા સામાજિક કાર્યમાં સમર્થ મિત્ર મંડળના કમલેશ પટેલ, રાહુલ ટાપરે, નિલય બોડસે, આશિષ શર્કે તથા સિદ્ધેશ આચાર્ય સહિતના મિત્રો જોડાયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો