તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગણેશોત્સવમાં ફુલહાર અને પુજાપો મહિમાં વિસર્જન કરવાનું અિભયાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણેશોત્સવમાં ફુલહાર અને પુજાપો મહિમાં વિસર્જન કરવાનું અિભયાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાવિવિધ વિસ્તારોમાં ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાઇ રહેલા ગણેશોત્સવ પર્વમાં ભગવાનને ચઢાવાતા ફૂલહાર અને અન્ય પૂજાપો એકત્ર કરીને તેનું મહીસાગરમાં વિસર્જન કરવાનો પ્રયાસ માંજલપુર યુવા સંગઠન દ્વારા કરવામાં આવ્યો છે. ગયા વર્ષ પણ યુવા સંગઠન દ્વારા પ્રકારે પૂજાપો એકત્ર કરીને વિસર્જન કરાયું હતું.

શહેરમાં ઉમંગ અને ઉત્સાહ સાથે ગણેશોત્સવ ઉજવાઇ રહ્યો છે. ગણેશોત્સવમાં પર્યાવરણની રક્ષા કરવા માટે લોકોમાં જાગૃતિ આવી છે અને અનેક પરિવારોએ પોતાના ઘરમાં તથા અનેક મંડળોએ પોતાના ગણેશોત્સવમાં માટીની મૂર્તિઓની સ્થાપના કરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલાં તળાવોમાં શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન થાય છે, ત્યારે તળાવો પણ પ્રદૂષિત ના થાય તે માટે શહેરના માંજલપુર યુવા સંગઠન દ્વારા સતત બીજા વર્ષે પણ ગણેશોત્સવનાં સ્થળો પરથી ફૂલહાર અને પૂજાપો એકત્ર કરવાનો પ્રયાસ શરૂ કરાયો છે. ગત વર્ષે માંજલપુર યુવા સંગઠને પ્રયાસ કર્યો હતો અને માંજલપુર વિસ્તારમાં જ્યાં જ્યાં ગણેશજીની સ્થાપના થઇ છે, તે સ્થળો પરથી ફૂલહાર અને પૂજાપો એકત્ર કરી મહીસાગર નદીમાં વિસર્જન કરાયું હતું. માંજલપુર યુવા સંગઠનના મૂકેશ રાજપૂતે જણાવ્યું હતું કે ગણેશોત્સવમાં રોજે રોજ શ્રીજીને ફૂલહાર અર્પણ કરવામાં આવે છે અને શ્રીજીની મૂર્તિઓની સાથે જો પૂજાપાનું પણ વિસર્જન કરાય તો તળાવો પ્રદૂષિત થાય છે, જેથી સંગઠનના કાર્યકરો દ્વારા ફૂલહાર અને પૂજાપાનું મહીસાગરમાં વિસર્જન કરવાનું નક્કી કર્યું છે. સંગઠનના કાર્યકરો ગણેશોત્સવના 10મા દિવસે એકત્ર કરાયેલો પૂજાપો લઇને મહીસાગરમાં વિસર્જિત કરશે. સંગઠનના મૂકેશ રાજપૂત, વિનય વસાવા, ધર્મેન્દ્ર ત્રિવેદી અને રાકેશ પટેલ સહિતના કાર્યકરો ટેમ્પો લઇ જઇને ફૂલહાર અને પૂજાપો એકત્ર કરશે અને ત્યારબાદ તેનું વિસર્જન કરાશે.

શહેરના માંજલપુરના યુવાનો દ્વારા પુજાપાનો સમાન અેકત્ર કરવાનું અનોખંુ અિભયાન શરૂ કરાયું છે. ફૂલહાર અને પૂજાપાથી તળાવો પ્રદૂષિત થતાં હોવાથી યુવાનો પંડાલો પરથી પૂજાપો ઉઘરાવી મહીમાં વિધિસર વિસર્જન કરશે.

કાર્યકરો દ્વારા 10મા દિવસે એકત્ર કરાયેલો પૂજાપો વિસર્જિત કરાશે

તળાવો પ્રદૂષિત ના થાય તે માટે માંજલપુર યુવા સંગઠનનો પ્રયાસ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો