તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • BCA દ્વારા અંડર 17 ક્રિકેટ સ્પર્ધાનું આયોજન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

BCA દ્વારા અંડર-17 ક્રિકેટ સ્પર્ધાનું આયોજન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બરોડાક્રિકેટ એસોસિયેશન દ્વારા 14 થી 24મી સુધી રમાનાર જે.વાય.લેલે ઓલ ઇન્ડિયા અંડર-19 ક્રિકેટ સ્પર્ધાના આયોજન માટે બીસીએ સીઆઇસીની બેઠક મળી હતી, જેમાં વિવિધ મુદ્દે ચર્ચા-વિચારણા થઈ હતી. સ્પર્ધામાં સત્તર ટીમો ભાગ લેશે.વિજેતા ટીમોને રોકડ રકમનાં મોટાં ઇનામો અપાશે.

બીસીએના સેક્રેટરી સ્નેહલ પરીખે જણાવ્યું હતું કે ‘જે.વાય.લેલે ક્રિકેટ સ્પર્ધામાં 17 ટીમો ભાગ લેશે,જેમાં વડોદરાની બે ટીમોનો સમાવેશ થાય છે. ગયા વરસે તેર ટીમોએ ભાગ લીધો હતો.ચેમ્પીયન ટીમને એક લાખ રૂપિયા.રનર્સ અપને 50 હજાર રૂપિયા તેમજ સ્પર્ધામાં બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર અને બેસ્ટ ફિલ્ડરને 7500 રુપીયાના ઇનામો આપવામાં આવશે. ટુર્નામેન્ટ મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ, જીએસએફસી, મોરબાગ પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટર મેદાન, સંગ્રામસિંહ ક્રિકેટ એકેડમી અને મોટા ફોફળિયા ક્રિકેટ મેદાન ખાતે યોજાશે.23મીએ બે સેમિ ફાઇનલ અને 24મીએ ફાઇનલ રિલાયન્સ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાશે. જો 24મીના રોજ વરસાદ પડે તો 25મી સપ્ટેમ્બરનો વધુ એક દિવસ અનામત રખાયો છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે ‘ભાગ લેનારી સત્તર ટીમોમાં મુંબઈ, બંગાલ, કર્ણાટક, સહિતની ટીમોનો સમાવેશ થાય છે. રિલાયન્સ સ્ટેડિયમ ખાતે સીઆઇસીના ચેરમેન રાકેશ પરીખની આગેવાનીમાં મળેલી બેઠકમાં નારાયણ સાઠમ,અમર પેટીવાલે, સ્નેહલ પરીખ અને અમૂલ જીકાર હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો