તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • પોલીસને ધમકી આપનાર તબીબના કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસને ધમકી આપનાર તબીબના કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રીનીઝેડ પ્લસ સુરક્ષાના કોન્વેયમાં વોર્નિંગ કારની પાછળ ઘૂસી ગયેલા ડો. ઉદગીથ હિમાંશુ ઠાકર ને પોલીસે અટકાવતા જીભાજોડી કરી ઇરાદાપૂર્વક કારનો દરવાજો બંધ કરી પીઆઇ નકુમને ઇજા પહોંચાડી હતી. એટલું નહિ, પોલીસને વર્દી ઉતારવાની ધમકી આપતાં સિટી પોલીસ સ્ટેશનમાં ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. ઘટનાની તપાસ સિટી પીએસઆઇ બાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપાતાં નિવેદનો લેવાની તેમજ પુરાવા એકત્રિત કરવાની પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. રવિવારે મોડી સાંજ સુધી ડોક્ટરની ધરપકડ થઇ હતી.

ડો. ઉદગીથ હિમાંશુ ઠાકર ( રહે. પાર્થ હાઉસિંગ સોસાયટી, અકોટા ગાર્ડન પાસે) ઝેડ પ્લસ સિક્યુરિટીના કોન્વેયમાં વોર્નિંગ કારની પાછળ ઘૂસી ગયો હતો. તેને અટકાવી કારમાંથી ઉતરવાનું કહેતાં હું નહિ ઉતરું, મારા એડવોકેટ સાથે વાત કરીશ તેમ કહી પોલીસ સાથે જીભાજોડી કરી હતી. પૂછતાછમાં તે બેંકર્સ ઇન્સ્ટિટ્યૂટનો ડોક્ટર હોવાનું કહ્યું હતું. પીએસઆઇઅે પીઆઇ નકુમને જાણ કરતાં તેઓએ સ્થળ પર પહોંચી કારનો દરવાજો ખોલી ડોક્ટરને બહાર નીકળવાનું કહેતાં તેણે ઇરાદાપૂર્વક કારનો દરવાજો બંધ કરતાં પીઆઇનો હાથ આવી જતાં કાંડાના ભાગે ઇજા થઇ હતી.

ઇરાદાપૂવર્ક દરવાજો બંધ કરી દેતા PIને ઇજા થઇ હતી

CMની ઝેડ પ્લસ સુરક્ષામાં વોર્નિંગ કાર પાછળ ઘૂસ્યા હતા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો