તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • શિક્ષણથી માત્ર સાક્ષરતા વધે તે યોગ્ય નથી: રક્ષામંત્રી પારિકર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણથી માત્ર સાક્ષરતા વધે તે યોગ્ય નથી: રક્ષામંત્રી પારિકર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શિક્ષણથીમાત્ર સાક્ષરતા વધે તેનો કોઇ અર્થ નથી. શિક્ષણની સાથે નવી પેઢીમાં જ્ઞાન સંપન્નતા વધે, ઊંડી સમજણ કેળવાય, એનાલિસિસ કરવા અને તારણ કાઢવાની કુશળતા વધે તેવું શિક્ષણ આવનાર સમયમાં અર્થપૂર્ણ બની રહેશે તેવી લાગણી એફજીઆઇ દ્વારા આયોજિત ૧૪મા શ્રેષ્ઠતા પુરસ્કાર કાર્યક્રમમાં દેશના રક્ષામંત્રી મનોહર પારિકરે વ્યક્ત કરી હતી.

ફેડરેશન ઑફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ (એફજીઆઇ)એ આર્થિક, સામાજિક અને પર્યાવરણ વિકાસ અને સંરક્ષણના ક્ષેત્રમાં અસાધારણ યોગદાનને બિરદાવવા શરૂ કરેલા શ્રેષ્ઠતા પુરસ્કારોથી વિજેતાઓને સન્માનિત કરવાના સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત થયેલા દેશના સંરક્ષણમંત્રી મનોહર પારિકરે જણાવ્યું હતું કે, એફજીઆઇના એવોર્ડ્સથી ઔદ્યોગિક ક્ષ્રેત્રમાં વિકાસની સાથે સામાજિક-પર્યાવરણીય જવાબદારીઓ અને સમુદાયોના કલ્યાણની ભાવના પ્રોત્સાહિત થશે. બંનેના સમન્વય વગરનો ઐદ્યોગિક વિકાસ ઇચ્છનીય નથી.શહેરનો વ્યાપ વધવો વિકાસ નથી એવી લાગણી વ્યક્ત કરતાં તેમણે વડોદરાવાસીઓને શહેરી વિકાસની સાથે સંસ્કાર, શિક્ષણ અને સંસ્કૃતિનો મૂળ વારસો જાળવી રાખવા માટે અભિનંદન આપ્યા હતા.

FGI દ્વારા ૧૪મા શ્રેષ્ઠતા પુરસ્કારોને એવોર્ડ એનાયત

સ્વચ્છતા ભારત અભિયાન પણ ખૂબ અગત્યનું છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો