તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દાલિયાપોળ પાસે આવેલ 425 વર્ષ જૂનું 1008 દિગંબર આદિનાથ જિનાલય આસ્થાનું પ્રતિક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાલિયાપોળ પાસે આવેલ 425 વર્ષ જૂનું 1008 દિગંબર આદિનાથ જિનાલય આસ્થાનું પ્રતિક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાલિયાપોળ પાસે આવેલ 425 વર્ષ જૂનું 1008 દિગંબર આદિનાથ જિનાલય આસ્થાનું પ્રતિક

શહેરના વાડી-ટાવર વિસ્તારમાં દાલિયાપોળ પાસે આવેલ 425 વર્ષ જૂનું 1008 દિગંબર આદિનાથ જિનાલય આવેલું છે. જિનાલયનો એરિયા 2800 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. દેરાસરમાં ત્રણ શિખર આવેલાં છે. દેરાસરમાં મૂળનાયક 1008 આદિનાથ ભગવાન, 1008 પા‌ર્શ્વનાથ ભગવાન, 1008 મહાવીર સ્વામીની મૂર્તિઓ બિરાજમાન છે. દેરાસરનું 25 વર્ષ પહેલાં રિનોવેશન કરવામાં આવ્યું હતું. રિનોવેશન કરાયા બાદ પણ 1008 મૂળ નાયક ભગવાન આદિનાથની મૂર્તિ પણ 425 વર્ષ જૂની નાની મૂર્તિ પણ દેરાસરમાં યથાવત્ છે. આદિનાથ ભગવાનનો ચમત્કાર થાય છે અને લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. વર્ષો પહેલાં દેરાસરની મહારાજા સયાજીરાવ ગાયકવાડે મુલાકાત લીધી હતી ત્યારબાદ મહારાજાએ જિનાલયથી પ્રભાવિત થઇને ન્યાયમંદિર હોલ ખાતે આચાર્ય કુંથુસાગર મહારાજ સાહેબનું પ્રવચન રાખ્યું હતું. વડોદરા શહેરમાં દિગ્મ્બર જૈનોનાં 750 મકાનો આવેલ છે. તેઓ આશરે 3500 સુધીની વસ્તી ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો