તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉદ્યોગ સાહસિકો માટે SWS સરળ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યસરકાર દ્વારા શરૂ કરાયેલ સિંગલ વિન્ડો સિસ્ટમ દ્વારા થયેલ વેબસાઇટ ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટેશન થકી સરળતાથી ઉદ્યોગો શરૂ કરવા માટે વિવિધ 64 પ્રકારના વિભાગોની નોંધણી કરી શકશે એમ ઉદ્યોગ અને ખાણ વિભાગના સચિવે અત્રે ઔદ્યોગિક એસોસિયેશન સાથે યોજાયેલી બેઠકમાં જણાવ્યું હતું.

ઇરડા ખાતે વડોદરા, ગોધરા, આણંદ, નર્મદા, ભરૂચ જિલ્લાઓનાં ઔદ્યોગિક એસોસિયેશનના હોદ્દેદારો અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર સાથે યોજાયેલી બેઠકમાં ઉદ્યોગ અને ખાણ વિભાગના સચિવ પી.કે.તનેજાએ જણાવ્યું હતું કે, પહેલાંની સરખામણીમાં હવે સરળતાથી સાહસિકો પોતાનો ઉદ્યોગ શરૂ કરી શકે છે. ઉદ્યોગો શરૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. સિસ્ટમ દ્વારા કોઇપણ ઉદ્યોગ સાહસિક વિવિધ 64 પ્રકારના વિભાગોની નોંધણી થઇ શકે છે. આગામી જાન્યુઆરીમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટ-17માં પણ સભ્યો જોડાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો