તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • એક તરફી પ્રેમમાં યુવકે યુવતીને જીવતી સળગાવવા પ્રયાસ કર્યો, બાદમાં પોલીસ સ્ટેશનમાં ઝેર પી લીધું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક તરફી પ્રેમમાં યુવકે યુવતીને જીવતી સળગાવવા પ્રયાસ કર્યો, બાદમાં પોલીસ સ્ટેશનમાં ઝેર પી લીધું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાનવાપુરા ચાર રસ્તા પાસે આજે મધ્યાહ્ને 12:15 વાગે ચાલતાં જઇ રહેલી યુવતીની પાછળ આવેલા એક પુરુષે કેરોસીન છાંટી તેને જીવતી સળગાવવા પોતાની પાસેની માચીસ કાઢતાં સ્થાનિક લોકોએ યુવાનને પકડી લીધો હતો. મહિલા પોલીસ મથકે પહોંચેલી યુવતીને પોલીસ દ્વારા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. સાંજે યુવકને પોલીસે પૂછપરછ માટે બોલાવતાં મહિલા પોલીસ સ્ટેશનમાં ઝેર પી લીધું હતું. જેથી તેને સયાજીમાં ખસેડાયો હતો.

અંગે ભોગ બનનાર માનસી(નામ બદલ્યું છે. )એ જણાવ્યું હતું કે હું સેવાસદનના આરોગ્ય વિભાગમાં કોન્ટ્રાક્ટના કર્મચારી તરીકે ફરજ બજાવું છું.મારી ઉંમર 26 વર્ષ છે. નડિયાદથી રોજ અત્રે નોકરી માટે આવું છું. મારી સાથે વડસરમાં સાથે નોકરી કરતા પ્રકાશ કાળીદાસ પરમાર સાથે એક વર્ષ અગાઉ મૈત્રી થઇ હતી. જે મૈત્રીને લગ્નમાં પરિણમવા પ્રકાશ અવાર નવાર દબાણ કરતો હતો. પરંતુ લગ્ન અંગે મેં ના પાડતાં તે જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો.

શનિવાર હોવાથી બપોરે 12 વાગે નોકરી પરથી છૂટી ચાલતાં પથ્થરગેટ તરફ જઇ રહી હતી. જ્યાંથી રિક્શામાં સ્ટેશન જઉં છું. ત્યારે પાછળથી ચાલતા આવેલા પ્રકાશ પરમારે મારા ઉપર પ્રવાહી છાંટી પોતાની પાસેની માચીસ કાઢી હતી. પ્રવાહીને પગલે મારી ઓઢણી પ્રવાહીવાળી થઇ હતી.કપડાં પલળ્યાં હતાં.બનાવ પગલે હું હેબતાઇ ગઇ હતી. આંખમાં પ્રવાહી જતાં ધૂંધળું દેખાવા લાગ્યું હતું. જોકે દોડી આવેલા લોકોએ પ્રકાશને પકડી લીધો હતો. જ્યારે મને મહિલાઓએ એક મકાનના પાછળના દરવાજેથી બહાર જતી રહેવા કહ્યું હતું. સ્વસ્થ થતાં હું રોજનો રસ્તો હોવાથી મહિલા પોલીસ મથકે આવી હતી. પોલીસ મને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ ગઇ હતી. બનાવ અંગે મહિલા પોલીસ દ્વારા છેડતીનો ગુનો દાખલ કરાયો હતો.

બીજી તરફ પ્રકાશ કાળીદાસ પરમારને પૂછપરછ માટે મહિલા પોલીસ સ્ટેશનમાં બોલાવાયો હતો. જયાં તેને સાડા સાત વાગે મહિલા પોલીસ મથકમાં ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા પોલીસ મથકમાં હાજર કર્મચારી દ્વારા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આપઘાતનો પ્રયાસ કરનાર પ્રકાશનું રાત્રે 10 વાગે ડીડી લેવાયું હતું.

પથ્થરગેટથી પસાર થતી યુવતી પર કેરોસીન છાંટ્યું, માચીસ સળગાવે તે પહેલાં લોકોએ પકડી લીધો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો