તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જોકોવિચ વાવરિંકા વચ્ચે ટાઈટલ જંગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોકોવિચ-વાવરિંકા વચ્ચે ટાઈટલ જંગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિશ્વનાપ્રથમ ક્રમાંકિત સર્બિયાના નોવાક જોકોવિચે પોતાના શાનદાર પ્રદર્શનને જારી રાખીને ફ્રાન્સના ગેલ મોનફિલ્સને હરાવીને યૂએસ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટની મેન્સ સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. જ્યાં તેનો મુકાબલો સ્વિટ્ઝર્લેન્ડના સ્તેનિસ્લાસ વાવરિંકા સામે થશે જેણે બીજી સેમિફાઇનલમાં જાપાનના કેઇ નિશિકોરીને પરાજય આપ્યો હતો.

આર્થર એસ સ્ટેડિયમ ખાતે વર્તમાન ચેમ્પિયન જોકોવિચે બે કલાક 32 મિનિટ સુધી રમાયેલી સેમિફાઇનલમાં 10મા ક્રમાંકિત મોનફિલ્સને 6-3, 6-2, 3-6, 6-2થી પરાજય આપ્યો હતો. મોનફિલ્સ સર્બિયન ખેલાડી જોકોવિચ સામે કારકિર્દીના છેલ્લા 13 મુકાબલમાં એક પણ વખત વિજય હાંસલ કરી શક્યો નથી. 2008ના ફ્રેન્ચ ઓપનની સેમિફાઇનલ સુધી પહોંચનાર મોનફિલ્સ કારકિર્દીમાં બીજી વખત ગ્રાન્ડસ્લેમના અંતિમ-4 ખેલાડીઓમાં પહોંચ્યો હતો. જોકોવિચ અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં માત્ર બે પૂરી મેચ રમી શક્યો છે કારણ કે તેને એક હરીફે વોકઓવર આપ્યો હતો અને બે હરીફે મેચને અધવચ્ચેથી પડતી મૂકી હતી. ચાલુ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન તથા ફ્રેન્ચ ઓપનમાં ચેમ્પિયન બનેલા જોકોવિચનો સામનો વાવરિંકાના પડકાર સામે થશે. ત્રીજા ક્રમાંકિત વાવરિંકાએ અન્ય સેમિફાઇનલમાં છઠ્ઠા ક્રમાંકિત નિશિકોરીને 4-6, 7-5, 6-4, 6-2થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.29 વર્ષીય સર્બિયન ખેલાડી જોકોવિચ વાવરિંકા સામેનો રેકોર્ડ 19-4નો છે. ગયા વર્ષે ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં સ્વિસ ખેલાડીએ જોકોવિચને પરાજય આપ્યો હતો.

12

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો