તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • યુનિ. RT હોલના વોર્ડનની સ્વિફ્ટ કારનો કાચ તોડી નાખતાં હોબાળો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિ. RT હોલના વોર્ડનની સ્વિફ્ટ કારનો કાચ તોડી નાખતાં હોબાળો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિવર્સિટીનીબોઇઝ હોસ્ટેલ-આર.ટી.હોલના વોર્ડન અજય ડોંગરાને હટાવવા માટે એબીવીપી દ્વારા એકબાજુ આંદોલન હાથ ધરવામાં આવ્યું છે અને બીજીબાજુ રાતે આર.ટી.હોલમાં પાર્ક કરેલી વોર્ડનની કારનો કાચ તોડી નાંખતા યુનિ.ના શૈક્ષણિક જગતમાં હોબાળો મચી ગયો છે.

યુનિ.માં આર.ટી.હોલમાં એબીવીપીનો પ્રભુત્વ છે. એબીવીપીનું પ્રભુત્વનો ખતમ કરવા માટે યુનિ.ના સત્તાધીશોએ અજય ડોંગરાને વોર્ડન તરીકે નિમણૂંક કરી છે. વોર્ડન તરીકે નિમણૂંક પામેલા અજય ડોંગરાએ એબીવીપીના પ્રભુત્વને પડકારીને હોસ્ટેલમાં સિસ્ટમ લાગુ કરી હતી

જેના પગલે એબીવીપીના વિદ્યાર્થી નેતાઓ અકળાયા હતા. એમાંય યુનિ.ના સત્તાધીશોએ સતત બે ટર્મથી અજય ડોંગરાને આર.ટી.હોલમાં વોર્ડન તરીકે ચાલુ રાખતાં એબીવીપીના નેતાઓ તેમનો સતત વિરોધ ચાલુ રાખ્યો હતો. વિદ્યાર્થી સંઘની ચૂંટણી પહેલાં અને ચૂંટણીના પરિણામો બાદ પણ એબીવીપીના વિદ્યાર્થી નેતાઓએ યુનિ.ના વીસી પ્રો. પરિમલ વ્યાસને રૂબરૂ મળીને આર.ટી.હોલના વોર્ડન અજય ડોંગરાની દાદાગીરી વધુ હોઇ અને તેઓ હોસ્ટેલની સુવિદ્યાઓ વાપરવા આપતાં હોવાથી તાત્કાલિક અસરથી દૂર કરવાની માંગ કરી હતી.

વિદ્યાર્થીઓએ તેમને જો હાટાવાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી. ગઇકાલે મુદ્દે એબીવીપીના નેતાઓએ વીસીને પુન: લેખિત રજૂઆત કરી હતી. વિવાદ વચ્ચે આર.ટી.હોલમાં રહેતા વોર્ડન રાતે બહાર જતાં હોલમાં પાર્ક કરેલી સ્વીફ્ટ ડિઝાઇર કારમાં પાછળ સાઇડનો કાર કેટલાક વિદ્યાર્થીઓએ તોડી નાંખતા હોબાળો મચી ગયો હતો.

ભાંગફોડ પાછળ એબીવીપીના સમર્થક વિદ્યાર્થીઓ તરફ શંકાની સોય

ABVPએ સવારે વોર્ડન હટાવવા VCને માંગ કરી હતી

^ અમુક માથાભારે વિદ્યાર્થીઓ યેનકેન પ્રકારે હેરાનગતિ ઉભી કરે છે. આવા તત્વોને તાબે થવાથી તેઓ મને વોર્ડન પદેથી દૂર કરવા માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે. ગઇકાલે હું બહાર ગયો હતો તે વખતે મારી કારનો કાચ તોડી નાંખ્યો છે. > અજયડોંગરા, વોર્ડન,આર.ટી.હોલ.

માથાભારે વિદ્યાર્થીઓ હેરાન કરે છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો