તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભ્રષ્ટાચારમુક્ત શાસન અમારો સંકલ્પ છે : મુખ્યમંત્રી રૂપાણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભ્રષ્ટાચારમુક્ત શાસન અમારો સંકલ્પ છે : મુખ્યમંત્રી રૂપાણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરામાંશનિવારે શ્રીજી દર્શનની શરૂઆત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ છાણી ગામથી કરી હતી. છાણીમાં શ્રીજી દર્શન કર્યા બાદ ત્યાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, તેમની સરકાર સંપૂર્ણ પારદર્શક, પ્રમાણિક, નિર્ણાયક અને પ્રગતિશીલ શાસનના ધ્યેય સાથે આગળ વધશે. જ્યારે રાજ્યના લોકોને તલાટીથી સચિવાલય સુધી ભ્રષ્ટાચારમુક્ત શાસન આપવું અમારો સંકલ્પ હોવાનો કહ્યું હતું.

છાણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૂર્વ નાણાં અને ઊર્જા મંત્રી સૌરભ પટેલને વડીલ તરીકે સંબોધન કરતાં ભાજપ આગેવાનો-હોદ્દેદારો આશ્ચર્યમાં પડ્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગણેશોત્સવનો પ્રારંભ થયા બાદ રાજ્યની 6.5 કરોડની જનતાની સુખ-શાંતિ-માટે ગણેશજીને CM તરીકે પ્રાર્થના કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સૂત્ર ખાતો નથી અને ખાવા દેતો નથી અમારું પ્રેરણાબળ હોવાનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ ટાંક્યું હતું કે, જ્યાં માનવી ત્યાં સુવિધા, વિવાદ નહીં સંવાદનો લોક કલ્યાણ માટે ઉપયોગ કરવાનો અમે સંકલ્પ કર્યો છે.

પૂર્વ નાણાં-ઊર્જામંત્રીને વડીલ તરીકે સંબોધ્યા

શહેરમાં શ્રીજી દર્શન બાદ CM નું સંબોધન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો