તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મહેન્દ્રસિંહ સામે વધુ એક ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેન્દ્રસિંહ સામે વધુ એક ફરિયાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નટુભાઇસર્કલ પાસેની મોહનથાળ અને સેવાસીની મઢુલી હોટલના સંચાલક મહેન્દ્રસિંહે રેસકોર્સના વેપારીને મઢુલીમાં ભાગીદારીના બહાને ~18 લાખ લીધા બાદ કરાર મુજબ ચૂકવણી નહિ કરી ~29 લાખનો ચૂનો ચોપડ્યો હોવાની વિગતો બહાર આવી છે. અગાઉ ઇન્ટીરીયર ડેકોરેટર્સ સહિત ત્રણે ગોત્રી પોલીસમાં છેતરપિંડીની અરજી આપી હતી.

રેસકોર્સ હરિભક્તિ કોલોનીમાં રહેતા બાલકૃષ્ણ શાહે જણાવ્યું છે કે, તેઓ સિદ્ધિ ટ્રેડર્સના નામે વેપાર કરે છે. ગોત્રી રોડ મહાશિવજી ડેવ.કોર્પો.ના પ્રોપાઇટર મહેન્દ્રસિંહ મઢુલી રેસ્ટોરન્ટના નામે ધંધો કરતા હોઇ નાણાંની જરૂર પડતાં તેમની પાસે ‘18 લાખ હાથઉછીના લીધા હતાં. તેમણે રેસ્ટોરન્ટના નફામાંથી 50 ટકા અથવા રૂા. 1 લાખ બેમાંથી જે વધુ હોય તે દર મહિને આપવાનો કરાર કર્યો હતો. રૂપિયા લીધા બાદ ચૂકવણી કરવામાં ઠાગાઠૈયા કર્યા બાદ રૂા. 2 લાખ આપ્યા હતાં. જોકે, કરાર મુજબ રૂા. 29 લાખ બાકી રહ્યા હતાં. વેપારીએ મહેન્દ્રસિંહ પાસે ઉઘરાણી કરતાં 2015માં વેપારીને ધમકી પણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો