તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રજિસ્ટર્ડ ગ્રેજ્યુ.ની ચૂંટણી માટે 250 મતદારનું રજિસ્ટ્રેશન થતાં હોબાળો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજિસ્ટર્ડ ગ્રેજ્યુ.ની ચૂંટણી માટે 250 મતદારનું રજિસ્ટ્રેશન થતાં હોબાળો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિવર્સિટીમાં8મી જાન્યુઆરીના રોજ યોજાનાર રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટની સેનેટની ચૂંટણી માટે રેકોર્ડ બ્રેક 14720 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયું છે. જોકે ઓનલાઇન દ્વારા ક્રેડિટ કાર્ડથી ફી ભરવામાં ધાંધિયા થતાં 250 જેટલા વિદ્યાર્થીઓનું છેલ્લા દિવસે રજિસ્ટ્રેશન થતાં ભારે હોબાળો મચી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2011માં 11517 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયું હતું.

યુનિ.માં 8મી જાન્યુઆરીના રોજ રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટની 14 બેઠકો માટે સેનેટની ચૂંટણી યોજાશે. સેનેટની ચૂંટણીમાં માટે ગઇકાલે રજિસ્ટ્રેશન ફી ભરવાનો અંતિમ દિવસ હતો. મોડી રાત સુધી ચાલેલી કાર્યવાહીમાં 14720 જેટલું રજિસ્ટ્રેશન થયું હતું. જેમાં સૌથી વધુ કોમર્સ ફેકલ્ટીમાં 3126, સાયન્સ ફેકલ્ટીમાં 2772 અને ટેકનોલોજી ફેકલ્ટીમાં 2326 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કર્યું હતું. અન્ય ફેકલ્ટીઓમાં લો ફેકલ્ટીમાં 1496 વિદ્યાર્થીઓ, મેડિસીન ફેકલ્ટીમાં 1234, આર્ટ્સ ફેકલ્ટીમાં 1121, એજ્યુકેશન એન્ડ સાઇકોલોજીમાં 710 તથા ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સમાં 399 વિદ્યાર્થીઓએ રજિસ્ટેશન કરાવ્યું હતું. વર્ષ 2011ની સરખામણીમાં લો ફેકલ્ટીમાં 833, ટેક્નોલોજી ફેકલ્ટીમાં 800, સાયન્સ ફેકલ્ટીમાં 404, કોમર્સ ફેકલ્ટીમાં 389, મેડિસીન ફેકલ્ટીમાં 287 તથા ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સમાં 250 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન વધ્યું હતુ. રીતે બાકીની અન્ય ફેકલ્ટીઓમાં પર્ફોર્મિંગ આર્ટ્સમાં 312, ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં 361, સોશ્યલ વર્ક ફેકલ્ટીમાં 314, મેનેજમેન્ટ સ્ટડીઝમાંથી 271 અને ફાર્મસીમાં 265 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કર્યું હતું. વર્ષ 2011માં 11517 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયું હતુ. જ્યારે ચાલુ વર્ષેે તેમાં 3203નો વધારો નોંધાયો હતો.

સૌથી વધુ કોમર્સ ફેકલ્ટીમાં 3126, સાયન્સમાં 2772, ટેકનો.માં 2326

યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણીમાં ક્રેડિટ કાર્ડથી ફી ભરવાના ધાંધિયા

એજ્યુકેશન એન્ડ સાઇકોલોજીમાં 267 રજિ.

જર્નાલિઝમ ફેકલ્ટીમાં માત્ર 13 મતદારો

જર્નાલિઝમએન્ડ કમ્યુનિકેશન ફેકલ્ટીમાંથી વર્ષ 2011માં 38 રજિસ્ટ્રેશન થયાં હતું. જ્યારે વર્ષ 2016માં જર્નાલિઝમ એન્ડ કમ્યુનિકેશન ફેકલ્ટીમાંથી માત્ર 13 રજિસ્ટ્રેશન થયું છે. એટલે સમગ્ર યુનિવર્સિટીમાં જર્નાલિઝમ એન્ડ કમ્યુનિકેશન ફેકલ્ટીમાં સૌથી ઓછા મતદારો વોટિંગ કરશે.

રજીસ્ટર્ડ ગ્રેજ્યુએટની 14 બેઠકો માટે વર્ષ 2011માં એજ્યુકેશન એન્ડ સાઇકોલોજી ફેકલ્ટીમાં 977 રજિસ્ટ્રેશન થયું હતું. જ્યારે ચાલુ વર્ષે એજ્યુકેશન એન્ડ સાઇકોલોજી ફેકલ્ટીમાં 710 રજિસ્ટ્રેશન થયું હતું. એટલે કે વર્ષ 2011ની સરખામણીમાં 267 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન ઓછું થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો