તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઢોર પાર્ટી પર હુમલો કરનાર વધુ 3 પશુપાલકોની પાસામાં અટકાયત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઢોર પાર્ટી પર હુમલો કરનાર વધુ 3 પશુપાલકોની પાસામાં અટકાયત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોર્પોરેશનનીઢોર પાર્ટીના કબજામાંથી પશુઓને છોડાવીને ભગાડી જતા તેમજ ઢોર પાર્ટી સાથે બંદોબસ્તમાં હાજર પોલીસકર્મીઓ પર હુમલો કરનાર વધુ 3 ભરવાડોની પાસા હેઠળ અટકાયત કરી જુદી-જુદી જેલમાં મોકલી આપ્યા છે. બીજી બાજુ ગોપાલકો સામે ખોટા ગુના નહિ નોંધાય પણ રસ્તા પર અડચણરૂપ ઢોરને કારણે અકસ્માત સર્જાશે તો તેના માલિક સામે ગુનો નોંધવામાં આવશે તેવું પોલીસ કમિશ્નરે સાફ શબ્દોમાં કહ્યું હતું.

પોલીસ કમિશ્નર ઇ. રાધાકૃષ્ણે કહ્યું છે કે,રસ્તે રખડતાં ઢોરના કારણે 2 વ્યક્તિનાં મોત નીપજવાની ઘટના કમનસીબી છે. ઘટનાથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ગાયના કારણે મોત થયાની ઘટનામાં ઇપીકો કલમ 304 મુજબ તેમજ ગંભીર ઇજાના બનાવમાં ઇપીકો 308 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ઢોર પકડવા જતાં કોર્પોરેશનના કર્મચારીઓને અટકાવી, ધાકધમકી આપવાનો પ્રયાસ થશે તો તેમની સામે સરકારી કામગીરીમાં રૂકાવટનો ગુનો દાખલ કરાશે. 2 કેસ નોંધાશે તો તેમની પાસા હેઠળ અટકાયત કરવામાં આવશે. અગાઉ 4 ગોપાલકને પાસા કર્યા છે. આજે વધુ 3 ની પાસામાં અટકાયત કરાઇ છે. ત્રણે સામે 2 ગુના નોંધાયા છે. એક ગુનો દાખલ થશે તો તેને તડીપાર કરવાની પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે.

પો.કમિ.ની સાફ વાત , ગોપાલકો સામે ખોટા ગુના નહિ નોંધાય

એક ગુનો દાખલ થશે તો તડીપાર કરવાની ચીમકી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો