તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રખડતાં ઢોરોનો ત્રાસ નિવારવા મ્યુ. કમિ.ને સૂચના અપાશે : CM

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રખડતાં ઢોરોનો ત્રાસ નિવારવા મ્યુ. કમિ.ને સૂચના અપાશે : CM

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરામાંરસ્તે રખડતી ગાયોના ત્રાસને કારણે અઠવાડિયામાં બે વ્યક્તિના અપમૃત્યુની ઘટના બન્યા પછી પણ સ્થાનિક તંત્ર દ્વારા નક્કર કોઇ કાર્યવાહી થતી નથી. જેનો પડઘો શનિવારે વડોદરા આવેલા મુખ્યમંંત્રી વિજય રૂપાણી સમક્ષ પડ્યો હતો. મુખ્યમંત્રી સમક્ષ શહેરમાં રખડતી ગાયો અને કૂતરાંની સમસ્યાના મુદ્દે રજૂઆત થતાં મુખ્યમંત્રી ચોંકી ઉઠ્યા હતા. એટલું નહીં મુદ્દે પગલાં લેવા માટે મ્યુ.કમિશનરને સૂચના આપવાની ખાતરી ઉચ્ચારી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાવપુરા વિસ્તારમાં આવેલા 400 વર્ષ પુરાણા શાંતિનાથ જીનાલયની મુલાકાત લઇ ભાવપૂર્વક દર્શન અને જિન વંદના કરી હતી. અહીં તેમણે ભગવાન મહાવીરના આદર્શોને અનુરૂપ, અહિંસા અને અપરિગ્રહ જેવી ભાવનાઓ જેના હાર્દમાં હોય તેવું શાસન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. દયા, અહિંસા, અનુકંપા, કરૂણા જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતો છે તેમ ટાંકી મહાત્મા ગાંધીજીના જીવનના પણ આદર્શો હતા. તેને અનુલક્ષીને સહુ ગુજરાતીઓ સાથે મળીને ગુજરાતને અહિંસાનું કેન્દ્ર બનાવવાનો અનુરોધ કર્યો હતો.

શાંતિનાથ દેરાસરની મુલાકાત બાદ પત્રકારોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શહેરમાં ત્રાસરૂપ બનેલી રખડતી ગાયો અને રઝળતાં કૂતરાંની સમસ્યા અંગે રાજ્ય સરકાર શું કાર્યવાહી કરશે તેવો વેધક સવાલ કરતાં મુખ્યમંત્રી ચોંકી ઉઠ્યા હતા. વિતેલા એક સપ્તાહમાં રસ્તે રખડતી ગાયોના કારણે બે વ્યક્તિના મૃત્યુ થયા હોવાની વિગતો પણ ટાંકતા મુખ્યમંત્રી સાંભળી સ્તબ્ધ બની ગયા હતા.

મુખ્યમંત્રી રૂપાણી વડોદરામાં શહેરીજનો માટે ત્રાસરૂપ બનેલી રખડતી ગાયો અને રસ્તે રઝળતાં કૂતરાંની સમસ્યા સાંભળી ગંભીર બની ગયા હતા. જો કે, તેમણે રાજ્ય સરકાર મુદ્દે શું કરશે તેની કોઇ જાહેરાત કરવાને બદલે વડોદરાની રખડતી ગાયો-રઝળતાં કૂતરાંની સમસ્યા અંગે નક્કર કાર્યવાહી કરવા માટે મ્યુ.કમિશનર સાથે વાત કરી સૂચના આપવાની ખાતરી ઉચ્ચારી હતી. મુખ્યમંત્રીને પત્રકારો દ્વારા શહેરની ગાયો-કૂતરાંની સમસ્યા અંગે પૂછાયેલા પ્રશ્ન વેળા મેયર ભરત ડાંગર તેમજ સાંસદ-ધારાસભ્યો અને મહાનગર પાલિકાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેથી હવે ગાયો-કૂતરાંની સમસ્યાના મુદ્દે મહાનગર પાલિકા તંત્ર ગંભીર બનશે ખરું તે બાબત મુખ્યમંત્રીની વિદાય સાથે ચર્ચાની એરણે ચઢી હતી.

400 વર્ષ પુરાણા શાંતિનાથ જિનાલયની મુલાકાત લઇ જિન વંદના કરી

ગાયો-કૂતરાંના પ્રશ્ને રજૂઅાત થતાં રૂપાણી ચોંકી ઊઠ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો