તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પહેલાં ગુડ ન્યુઝ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |મહાનગર સેવાસદન દ્વારા સાર્વજનિક ગણેશ મંડળ સ્વચ્છતા સ્પર્ધામાં સમગ્ર શહેરમાં પ્રથમ આવનાર મંડળને રૂા.11,111નું ઇનામ એનાયત કરવામાં આવશે. તો દરેક વહીવટી વોર્ડમાં પણ પ્રથમ ત્રણ મંડળોને રોકડ પુરસ્કાર અપાશે.કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાયેલ સ્વચ્છ ભારત મિશન અન્વયે સ્વચ્છ વડોદરા મિશન હેઠળ વડોદરા શહેર વધુ સ્વચ્છ બને અને નગરજનોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ આવે તે માટે મહાનગર સેવાસદને ગણેશમંડળો માટે સ્વચ્છતા સ્પર્ધાનું આયોજન કર્યું છે. જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરનાર ગણેશ મંડળોને તેમજ ઇકો ફ્રેન્ડલી-માટીની મૂર્તિ સ્થાપિત કરનાર વિશેષ પ્રાધાન્યતા અપાશે.આ સ્વચ્છતા સ્પર્ધાનું દરેક વહીવટી વોર્ડમાં આયોજન હાથ ધરવામાં આવેલ છે અને દરેક વહીવટી વોર્ડના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા ગણેશ મંડળોને અનુક્રમે રૂા.5000, રૂા.3500 અને રૂા.2500 રોકડ પુરસ્કાર તેમજ શહેર સ્તરે પ્રથમ વિજેતા ગણેશ મંડળને રોકડ પુરસ્કાર રૂા.11,111 તેમજ દરેકને ટ્રોફી એનાયત કરાશેે. સ્પર્ધાનું આયોજન કરવાની તમામ સત્તા મ્યુ.કમિશનરને આપવાની દરખાસ્તને સ્થાયીએ મંજૂરી આપી હતી.

ગણેશ મંડળ સ્વચ્છતા સ્પર્ધામાં વોર્ડ દીઠ 3 રોકડ પુરસ્કાર અપાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો