તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • યુનિ. તટસ્થ પુરાવો રજૂ કરી શકી નથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિ. તટસ્થ પુરાવો રજૂ કરી શકી નથી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રો. પરિમલ વ્યાસે કમિટી નીમી

એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિવર્સિટીનાપૂર્વ વીસી પ્રો.યોગેશ સિંઘની ખુરશી પર જંગલી કુવેચ નાંખવાના પ્રકરણમાં સસ્પેન્ડ થયેલા લો ફેકલ્ટીના ઇન્ચાર્જ ડીન ડૉ.ઘનશ્યામ સોલંકી સામે છેલ્લા સાડા ત્રણ વર્ષથી ચાલી રહેલી ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરીનો હજી સુધી યુનિ.ના સત્તાધીશોએ રિપોર્ટ તૈયાર કર્યો નથી.

યુનિ.ની લો ફેકલ્ટીના એક કાર્યક્રમમાં પૂર્વ વીસી પ્રો.યોગેશ સિંઘને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરાયા હતા. જ્યાં તેમની ખુરશી પર શરીરે ખંજવાળ થાય તેવી જંગલી કુુવેચ લગાડાઇ હતી.આ કુવેચ લો ફેકલ્ટીના તત્કાલીન ઇન્ચાર્જ ડીન ડૉ.ઘનશ્યામ સોલંકીની ધરપકડ કરાઇ હતી. તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરીને યુનિ.એ ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી શરૂ કરી હતી. પ્રાથમિક રિપોર્ટ બાદ સમગ્ર પ્રકરણ અંગે સઘન રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી વી.સી.પટેલની ઇન્કવાયરી ઓફીસર તરીકે નિમણૂંક કરી હતી. તપાસ સોંપાઇને 3.5 વર્ષથી વધુનો સમય થયો છતાં પણ પૂર્ણ થઇ નથી. યુનિવર્સિટીના સત્તાધીશોએ ઇન્કવાયરી ઓફીસર તથા કાનૂની લડાઇ પાછળ અત્યાર સુધીમાં લાખો રૂપિયાની ફી ચૂકવી દીધી છે, છતાં પણ કોઇ ફાઇનલ રિપોર્ટ તૈયાર કર્યો નથી. ઉપરાંત યુનિ.ના વીસી પ્રો. યોગેશ સિંઘ દ્વારા કોમર્સ ફેકલ્ટીમાં એબીવીપીના નેતા દ્વારા હેપ્પી કલબની વિદ્યાર્થિની સાથે થયેલી છેડતીના આક્ષેપોના સંદર્ભે પણ આજદીન સુધી કોઇપણ રિપોર્ટ આવ્યો નથી. ઘટનાને પણ 2 વર્ષથી વધુનો સમય થવા આવ્યો અને જે વિદ્યાર્થિનીએ ફરિયાદ કરી હતી તે વિદ્યાર્થિનીએ ડિગ્રી પણ લઇ લીધી છતાં કોઇ રિપોર્ટ આવ્યો નથી. બે જૂથો વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં પણ કોઇ રિપોર્ટ યુનિ.ના સત્તાધીશો આપ્યો નથી.

યુનિ.માં થતી મારામારીની ઘટના હોય કે નાણાંકીય છેતરપિંડીની ઘટના હોય તમામમાં વિવાદ હતા. યુનિ.ના વીસી અને રજીસ્ટ્રાર દ્વારા તપાસ કમિટીઓ બનાવવામાં આવે છે. યુનિવર્સિટીના વીસી પ્રો. પરિમલ વ્યાસની નિમણૂંક બાદ અત્યાર સુધીમાં જેટલી તપાસ કમિટીઓની નિમણૂંક કરાઇ છે. તેમની નિમણૂંકને પણ એક વર્ષ થવા આવ્યું છે, મોટાભાગની કમિટીઓના રિપોર્ટ હજી પણ આવ્યા નથી.

^યુનિ.એ કર્મચારીને આટલાં લાંબા સમયથી ખોટી રીતે સસ્પેન્શનમાં રાખીને સદ્દતર ગેરકાયદે કાર્યવાહી ચાલુ રાખી છે. યુનિ. આજદીન સુધી કોઇપણ તટસ્થ પુરાવો પણ રજૂ કરી શકી નથી. ગત મુદ્દતે બચાવ પક્ષે પોતાનો પુરાવો રજૂ કરેલ છે. સાક્ષી તપાસ્યા છે તેની સામે યુનિવર્સિટી તરફે આગામી મુદ્દતે ઉલટ તપાસ કરાશે. > હિતેશગુપ્તા, એડવોકેટ,બચાવપક્ષ.

ત્રણ વર્ષથી કુવેચકાંડની તપાસ પૂરી થતી નથી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો