તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સોસાયટીઓ બહાર 50 જેટલા કૃત્રિમ જળસ્ત્રોત ઊભા કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોસાયટીઓ બહાર 50 જેટલા કૃત્રિમ જળસ્ત્રોત ઊભા કરાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રથમવાર શ્રીજી વિસર્જન યાત્રાનું મોનિટરિંગ પીટીઝેડ કેમેરાથી થશે

જૂનીગઢીના શ્રીજીનું રાત્રે 10:30 સુધીમાં વિસર્જન સંપન્ન કરવા પ્લાન

અનંતચતુર્થીએ ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ થાય તે માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ છે. રાજ્યમાં સૌપ્રથમવાર વડોદરામાં પીટીઝેડ (પેનટીન ઝૂમ )કેમેરાથી વિસર્જન યાત્રાનું મોનિટરિંગ કરાશે. માંડવી પર 5 કેમેરા ઇન્સ્ટોલ કરાયા છે.

શહેર પોલીસ કમિશ્નર ઇ. રાધાકૃષ્ણે જણાવ્યું હતું કે, સંવેદનશીલ વિસ્તારોમાં 300 સીસીટીવી કેમરાથી મોનિટરિંગ રાખવામાં આવશે. ગુજરાતમાં પ્રથમવાર વડોદરામાં પીટીઝેડ કેમેરા માંડવી ખાતે લગાવવામાં આવ્યા છે. કેમેરાથી દિવસ 500 મીટર અને રાત્રે 300 મીટર સુધીના અંતરને આવરી લેવાશે. 360 ડિગ્રીએ ફરતા કેમેરાના દૃશ્યને તેઓ ઓફિસમાં બેઠા બેઠા મોનિટરિંગ કરશે. ઉપરાંત 3 ડ્રોન ઉડાવશે. 15મી સપ્ટેમ્બરે 31 તળાવો અને મહિમાં 1890 મૂર્તિનું વિસર્જન કરાશે.

ડીસીપી

5

એસીપી/એસપી

14

પીઆઇ

100

પીએસઆઇ

347

હેડકોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ

4200

પેરામિલિટરીફોર્સની કંપની

19

સીસીટીવીકેમેરા

300

માંડવી પર 5 કેમેરા ઇન્સ્ટોલ કરાયા : ડ્રોનનો ઉપયોગ કરાશે

15મીએ 31 તળાવો અને મહીમાં 1890 મૂર્તિનું વિસર્જન કરાશે

શહેરના સંવેદનશીલ જૂનીગઢીના શ્રીજીનું 7મા દિવસ રવિવારે દબદબાભેર વિસર્જન કરવામાં આવશે. જૂનીગઢીના ગણપતિનું રાત્રે 10:30 સુધીમાં વિસર્જન થઇ જાય તે માટે પણ પોલીસે એકશન પ્લાન બનાવ્યો છે. સ્થાનિક પોલીસ ઉપરાંત સ્વયં પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર, 5 ડીસીપી, 9 એસીપી, 27 પીઆઇ, 94 પીએસઆઇ, હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ 2200 તેમજ હોમગાર્ડના 1300 જવાનો બંદોબસ્તમાં જોડાશે. ગણેશ વિસર્જનને પગલે શહેર પોલીસે 858 અસમાજિક તત્ત્વો સામે અટકાયતી પગલાં ભર્યાં છે.

પોલીસ કમિશ્નર ઇ. રાધાકૃષ્ણે કહ્યું કે, ચાલુ વર્ષે ચોમાસામાં વરસાદ પ્રમાણમાં ઓછો પડ્યો છે. જેના કારણે સમા, બાપોદ સહિતનાં તળાવોમાં ઓછું પાણી છે. મ્યુ. કમિશ્નરે વર્ષે સોસાયટી વિસ્તારોની બહાર નાનાં- મોટાં 40 થી 50 પોન્ડ બનાવવાનું કહ્યું છે. ગત વર્ષે શહેરમાં માત્ર 4 કૃત્રિમ તળાવ બનાવાયાં હતાં જ્યારે વર્ષે તેનાથી 10 ગણા વધુ જળસ્રોત ઉભા કરવામાં આવશે. તેના કારણે નાની મૂર્તિઓનું તેમાં વિસર્જન કરવામાં આવશે અને તળાવો પર ધસારો ઓછો થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો