તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • સાંસદ મહિલા MLA સ્ટેજ પરથી પડતાં બચ્યાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાંસદ- મહિલા MLA સ્ટેજ પરથી પડતાં બચ્યાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંશ્રીજી દર્શન માટે આવેલા મુખ્યમંત્રી સાથે સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતા. ફતેપુરાના કાલુપુરામાં મુખ્યમંત્રી સ્ટેજ પરથી ઉતરી ગયા બાદ પાછળ આવતા સાંસદ રંજનબહેન ભટ્ટ અને ધારાસભ્ય મનિષાબહેન વકીલના પગમાં કપડુ અટવાતા ગડથલિયુ ખાઇ ગયા હતા. જો કે બંનેએ સંતુલન જાળવી લેતાં સ્ટેજ પરથી પડતા બચી ગયા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણી ફતેપુરાના કાલુપુરાના સ્થાપના કરવામાં આવેલા શ્રીજીના દર્શન માટે રાતે ગયા હતા. તેમની સાથે સ્થાનિક નેતાઓ પણ કાફલામાં જોડાયા હતા. કાલુપુરામાં દર્શન માટે બનાવેલા સ્ટેજ પરથી મુખ્યમંત્રી ઉતરીને પરત જઇ રહ્યા હતા. ત્યારે તેમની પાછળ આવતાં સાંસદ રંજનબહેન ભટ્ટ અને ધારાસભ્ય મનિષા બહેન વકીલના પગમાં સ્ટેજ પર પાથરેલુ કપડું અટવાયું હતું. જેથી ગડથલિયુ ખાઇ ગયા હતા. જો કે બંને પડતા બચી ગયા હતા. એક તબકકે મુખ્યમંત્રીના શ્રીજી દર્શન વેળા કાલુપુરામાં સ્ટેજ તૂટી પડયુ હોવાની અફવા પણ વહેતી થઇ હતી.

કાલુપુરામાં સ્ટેજ પર પગમાં કપડું અટવાયું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો