• Gujarati News
  • National
  • ડેન્ગ્યુ ઢોરોના પ્રશ્ને કોંગ્રેસે ધરણાં કર્યાં

ડેન્ગ્યુ-ઢોરોના પ્રશ્ને કોંગ્રેસે ધરણાં કર્યાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દંતેશ્વરમાં રખડતીગાયની અડફેટે વધુ એક ઇજાગ્રસ્ત

આજે સેવાસદન દ્વારા 51 ગાય પકડી

શહેરમાંરખડતી ગાયનો પ્રકોપ યથાવત છે. રોજ એક નિર્દોષ નાગરીક તેનો ભોગ બને છે. ત્રણ મોત અને અડધોડઝન ગાયના મોત છતા તંત્રની ઉધ ઉડતી નથી. ત્યારે ગઇકાલે રાત્રે દંતેશ્વર વિસ્તારમાં વધુએક બાઇક સવાર યુવાન ગાયની અડફેટે આવતા તેને સારવાર માટે સયાજીહોસ્પિટલમાં ખસેડાયો હતો.

શહેરના ઘાઘરેટીયાવાડ ખાતે રહેતો ચિરાગ અમિતભાઇ દોષી (ઉ.વ.26) ગઇકાલે સોમાતલાવ ખાતે છુટ્ટક કામ કરી પોતાના ઘરે પરત જતો હતો. તે સમયે 9:25 વાગે દંતેશ્વર ખાતે રખડતી ગાયે તેના બાઇકને અડફેટે લેતા તેને માતાના ભાગે અને હાથે ઇજાઓ પહોચી હતી. ઇજાગ્રસ્તને સારવાર અર્થે સયાજીહોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવઅંગે મકરપુરા પોલીસે તપાસ હાથ ધરી છે. સેવાસદન દ્વારા રખડતા ઢોરના પગલે એસઆરપી બટાલીયન સાથે રાખી ઢોર પકડવાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. પરંતુ જાહેરાત માત્ર કાગળ પર રહી ગઇ હોવાનું જણાંય છે. પોલીસ દ્વારા કોઇ બટાલીયન ફાળવવામાં આવી નથી.

રખડતી ગાયો પકડવા બે ટીમાેને કાર્યરત કરી દેવાઈ

દંતેશ્વરના યુવાનને સારવાર માટે સયાજીમાં ખસેડાયો

સેવાસદન દ્વારા આજે રખડતી ગાયો પકડવા માટે રાત્રે બેટીમ કાર્યરત કરવામાં આવી છે. રાઉન્ડ ધી ક્લોક કામગીરી થઇ શકે તેમાટે વચ્ચે શીફ્ટ બદલાય તે સમયે પણ એક ટીમ કાર્યરત કરવામાં આવ્યાનું એન્ક્રોચમેન્ટ ડાયરેક્ટરે જણાંવ્યુ હતુ. જોકે ગાય પકડવાથી રખડતી ગાયોનો પ્રશ્ન ઉકેલાતો નથી. યોગ્ય નિતિ નક્કી કરી અસરકારક પગલા લેવા જરૂરી હોવાનું લોકોમાં ચર્ચાય છે.

ડેન્ગ્યુના રોગચાળા અને રખડતા ઢોરોના કારણે થતાં મૃત્યુ સામે શહેર કોંગ્રેસે વિરોધ ધરણાં પ્રદર્શન કર્યું હતું અને આગામી દિવસોમાં જનજાગૃતિ અભિયાનના પ્રારંભના અેલાનની જાહેરાત કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્ય ગુજરાતની મુલાકાતે હતા ત્યારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...