પતિ ટીવીનો અવાજ વધારીને માર મારતો હતો, અંતે દમ તોડ્યો

Vadodara News - latest vadodara news 033648
Vadodara News - latest vadodara news 033648

DivyaBhaskar News Network

Dec 22, 2018, 03:36 AM IST
હેલ્થ રિપોર્ટર | વડોદરા

માંજલપુર વિસ્તારમાં રહેતી પરિણીતાને પતિ દ્વારા એટલી હદ સુધી માર મારવામાં આવ્યો હતો કે, તેના મોં પરથી તેને ઓળખવું મુશ્કેલ બની ગયું હતું. મંગળવારે સાંજે આ પરિણીતાને માર મારતા નરહરિ હોસ્પિટલ લઇ જવાઇ હતી. જયાં સારવાર દરમ્યાન તેણીનું મોત નીપજ્યું હતું. પરિણીતાના આ અપમૃત્યુ અંગઈ પિયરપક્ષે હત્યાના આક્ષેપો કર્યા છે.

માંજલપુર તુલસીધામ પાસેના રામદેવનગરમાં રહેતા પ્રકાશ જગતાપના લગ્ન કાશીરામ ગોગાવલીની પુત્રી ભારતી સાથે એપ્રિલ મહિનાની આઠમી તારીખે નક્કી થયા હતા. લગ્નના 15 દિવસ અગાઉ પ્રકાશ અને ભારતીએ પરિવારજનોને જાણ કર્યા વગર જ લગ્ન કરીને સાથે રહેવા લાગ્યા હતા. ભારતી જગતાપની બહેન રેખા પવારના જણાવ્યા અનુસાર, લગ્ન બાદ દહેજ માટે ભારતીનો પતિ એને અસહ્ય માનસિક ત્રાસ આપતો હતો. લગ્ન માટે અમે જે દાગીના બનાવડાવ્યા હતા, તે લઇ આવવા માટે જીદ કરતો હતો અને તેની સાસુ, જેઠ અને જેઠાણી ઘરકામની નાની નાની બાબતો અંગે ઝઘડો કરીને તેને માર મારતા હતા. પાડોશીઓને કઈ ખબર ન પડે તે માટે ટીવી નો અવાજ વધારીને મારતા હતા. મંગળવારે સાંજે એકાએક ભારતી બેભાન થઇ જતા રિક્ષામાં તેની સાસુ નજીકની હોસ્પિટલમાં લઇ ગઈ હતી. જ્યા શરીર પર ઈજાઓ જોઈને તબીબે પોલીસ કેસ કરાવો પડશે તેમ કહેતા સાસુ ભારતીને સારવાર માટે ફતેગંજમાં આવેલ નરહરિ હોસ્પિટલમાં લઇ ગઈ હતી. જ્યા સોમવારે સવારે 6:35 કલાકે તબીબે તેણીને મૃત જાહેર કરી હતી.

િડસેમ્બર 2018

X
Vadodara News - latest vadodara news 033648
Vadodara News - latest vadodara news 033648
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી