આજે શ્રી દત્ત જયંતી નિમિત્તે શહેરમાં વિવિધ કાર્યક્રમો

Vadodara News - latest vadodara news 033644

DivyaBhaskar News Network

Dec 22, 2018, 03:36 AM IST
શ્રી દત્ત જયંતિ નિમિત્તે તા.22 ડિસેમ્બરને શનિવારના રોજ સાંજે 6.00 કલાકે શ્રી સારણેશ્વર મહાદેવ મંદિર ખાતે, એમ.જી રોડ, વડોદરા ખાતે શ્રી ‘દત્ત બાવનીના સમૂહ પાઠ’ અને સંધ્યા આરતી 7.30 કલાકે યોજાશે. તદ્ ઉપરાંત અવધૂત પરિવાર દ્વારા શ્રી રંગ મંદિર, ભૂતડી ઝાંપા ખાતે સવારે 5.30 કલાકે મંગલ આરતી, સવારે 6.30 કલાકે પ્રભાતફેરી, સવારે 8.30 કલાકે પાદુકા પૂજન અને આરતી તથા સાંજે 4.30 કલાકે દત્તુભાઇ પાઠક જન્મોત્સવ કિર્તન કરશે.

સિનિયર સિટિઝન્સ એસો. દ્વારા સંગીત સંધ્યા યોજાશે

સિનિયર સિટિઝન્સ એસો. હરણીરોડ, કારેલીબાગ કેન્દ્ર દ્વારા ટીમ નંબર 3 ના સદસ્યો દ્વારા પ્રસ્તુત ગીત-સંગીત-ભજનનો કાર્યક્રમ તા.22 ડિસેમ્બરને શનિવારના રોજ સાંજે 5.00 કલાકે સિનિયર સિટિઝન્સ એસોસિએશન સભાખંડમાં રાખવામાં આવેલ છે. એમ મનોજ પી. જાની અને અરૂણ આર. પંડ્યાએ યાદીમાં જણાવ્યું છે.

આજે શ્રી વેંકટેશ બાલાજી મંદિર ખાતે સામૂહિક ભજન

શ્રી વેંકટેશ બાલાજી મંદિર ખાતે તા.22 ડિસેમ્બરને શનિવારના રોજ સાંજે 7.30 થી 9.00 કલાક દરમિયાન શ્રીવેંકટેશ બાલાજી મંદિર, જ્યુબિલી બાગ સામે, વડોદરા ખાતે સામૂહિક ભજન, શ્રી સુંદરકાંડ પાઠ, શ્રી હનુમાન ચાલીસા અને શ્રી વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્ર પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. એમ એક યાદીમાં જણાવાયંુ છે.

શિવમ વિદ્યાલયમાં રજત જયંતીની ઉજવણી

શિવમ વિદ્યાલયમાં ગુજરાતી-અંગ્રેજી માધ્યમ, કમલા નગર, આજવા રોડ, 25 વર્ષ પૂર્ણ થતાં રજત જયંતી ઉજવણીના ભાગરૂપે શિવોત્સવ-2018નંુ આયોજન કરવામાં આવ્યું હતું.

બાળકોને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ તથા આધ્યાત્મિક પ્રવચન

આદર્શ ગુરુકુલ વિદ્યાલય, હરણી વારસિયા રીંગ રોડ, વડોદરા-6 ખાતે દ્વારકાપીઠના દંડી સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી દ્વારા બાળકોને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ તથા આધ્યાત્મિક પ્રવચન પ્રસંગે પર્ધાયા હતા.

સ્વામી પ્રેમદાસ સેવા નિકેતન, વારસિયા ખાતે ‘વિનામૂલ્યે અસ્થમા કેમ્પ’ નું આયોજન

સ્વામી પ્રેમદાસ સેવા નિકેતન, વારસિયા, વડોદરા દ્વારા ‘વિનામૂલ્યે અસ્થમા કેમ્પ’ દમ અને શ્વાસના ત્રીજા અને અંતિમ ડોઝનું નિ:શુલ્ક નિદાન શિબિર તા.22 ડિસેમ્બરને શનિવારના રોજ ‘માગશર પૂનમ’ ના શુભ દિવસે પ્રેમદાસ જલારામ હોસ્પિટલ, વડોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચીત્રકુટની દવા બુટી દૂધ સાથે આપવામાં આવશે. જ માટે લાભ લેવા ઇચ્છુક દર્દીઓએ પોતાના નામ કેમ્પના સ્થળે તા.22 ડિસેમ્બરને શનિવારના રોજ સાંજે 6.00 થી 8.00 કલાક દરમિયાન પ્રેમદાસ જલારામ હોસ્પિટલ, હરણી વારસિયા રીંગ રોડ ખાતે નોંધવવાના રહશે. દવાના ડોઝ લેવાની તા.23 ડિસેમ્બરને રવિવારના રોજ સવારે 4.00 કલાકે આપવામાં આવશે.

આજે દત્ત જયંતી નિમિત્તે પાદુકા પૂજનનો કાર્યક્રમ

દત્ત જયંતિ નિમિત્તે તા.22 ડિસેમ્બર 2018ના રોજ વાઘોડિયા રોડ ખાતે આવેલ શ્રીરંગ વાટીકા ખાતે પાદૂકા પૂજનનું આયોજન કરાયું છે. શ્રીરંગ વાટીકા ટ્રસ્ટ દ્વારા આયોજિત પાદુકાપૂજનનું સાંજે 5 વાગ્યે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાદૂકા પૂજનના કાર્યક્રમ સહિત દત્ત જન્મોત્સવનો કાર્યક્રમ પણ યોજવામાં આવનાર છે.

પંચાલ મહિલા સમાજ દ્વારા ફેશન શો યોજાયો

પંચાલ મહિલા સમાજ દ્વારા વડોદરા એસ.ટી ડેપો ખાતે બેટી બચાવો, પર્યાવરણ બચાવો, સુપર મોમ અને કિડ્સ થીમ પર ગરવી ગુજરાતણ 2018 ફેશન શો નું આયોજન કરાયું હતું.

તેજસ્વી િવદ્યાર્થીઓ માટે ઇનામ િવતરણનો કાર્યક્રમ

ભણવામાં હોશિયાર અને રમતો ઉત્કૃષ્ટ દેખાવ કરનારા િવદ્યાર્થીઓને િબરદાવવા માટે ઇનામ િવતરણનું કાર્યક્રમ રવિવારના રોજ ગાંધીનગર ગૃહ ખાતે બરોડા મુસ્લિમ ડોકટર એસો.ની ટીમ અને ફૈઝ સ્કૂલ દ્વારા રાખેલ છે. મુખ્ય મહેમાન તરીકે એડવોકેટ માજીદ મેમણ રાજ્યસભાના સભ્ય, સૈયદ મોઇનુદ્દીન કમાલુદ્દીન િરફાઇ સાબ (નૈયર બાબા) ઉપસ્થિત રહેશે.

કન્યા છાત્રાલય ખાતે વિનામૂલ્યે મેડિકલ ચેક અપનું આયોજન

સંતકૃપા પ્રતિષ્ઠાન દ્વારા કસ્તૂરબા કન્યા છાત્રાલયના 39 વિદ્યાર્થીનીઓનું મફત મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં ડો.અમીત ઉપાસનીક અને ડો.ગજાનન ભાઇએ ચેકઅપ કરી સ્વાસ્થ્યને લગતું માર્ગદર્શન આપ્યું હતું.

તરસાલી ખાતે શ્રીમદ્ ભાગવત કથા પારાયણનું આયોજન

તા.22 થી 28 ડિસેમ્બર દરમિયાન શ્રી રામજી મંદિર, જનકપુરી સોસાયટી, તરસાલી ખાતે બપોરે 1 થી 5 દરમિયાન શ્રીમદ્ ભાગવત કથા પારાયણનું આયોજન કરાયું છે. જેમાં વક્તા તરીકે પૂ.રમેશભાઇ શાસ્ત્રી કથાનું રસપાન કરાવશે.

એકલવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્નેહ સંમેલન - સન્માન સમારંભ

એકલવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ, ડભોઇ ખાતે તા.23 ડિસેમ્બરને રવિવારના રોજ સવારે 10.30 કલાકે સત્તરગામ પટેલ સમાજ વાડી, યમુનાનગર, ડભોઇ ખાતે સ્નેહ સંમેલન અને સન્માન સમારંભનું આયોજન કરાયું છે.જેમાં મુખ્ય અતિથિ તરીકે ચીમનભાઇ આઇ. વસાવા ઉપસ્થિત રહેશે.

આજે ઓમ નમ:શિવાયના મંત્રજાપ

દિવ્ય જીવન સંઘ દ્વારા તા.22 ડિસેમ્બરને શનિવારના રોજ સાંજે 4.30 થી 7.30 કલાકે રામજી મંદિરની પોળ, આનંદપુરા, કોઠી, વડોદરા ખાતે વિશ્વ શાંતિ માટે ઓમ નમ:શિવાયના મંત્રજાપનું આયોજન કરવામાં આવ્યું છે.

હોકી-વોલિબોલ જેવી વિવિધ રમતો યોજાઇ

વડોદરા ખાતે આયોજિત વડોદરા જિલ્લાની સ્પોર્ટ્સ એકેડમીમાં એથ્લેટિક તેમજ હોકી,વોલિબોલ જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વૈચ્છિક રક્તદાન જાગૃતિ માટેનો સંદેશો આપવા કોલાકાતાનાે યુવાન જયદેવ રાઉથ સાઇકલ યાત્રા શહેરમાં આવતા તેમનું વડોદરા રેડક્રોસ સોસાયટી તરફથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

છપ્પનભોગ- મહાઆરતીનો કાર્યક્રમ

તા.22 ડિસેમ્બરને શનિવારના રોજ સાંજે 8.00 કલાકે શ્રી બગલામુખી બ્રહ્માસ્ત્ર વિદ્યા સિધ્ધપીઠ, હરણી વારસિયા રીંગ રોડ ખાતે શ્રી કેશવજી સાહિબના પાદુકાજીના પૂજન, ભજન સંધ્યા, છપ્પનભોગ અને મહાઆરતીનો કાર્યક્રમ યોજાશે.

ગાંધી વાડીમાં આનંદનો ગરબો

રોકડનાથ સંુદરકાંડ પરિવાર દ્વારા તા.22 ડિસેમ્બરને શનિવારના રોજ સાંજે 6.00 કલાકે ગાંધી વાડી, ખંડેરાવ માર્કેટ પાછળ, રાજમહેલ રોડ, વડોદરા ખાતે પ્રિતેશ પટેલના કંઠે સંગીતમય આનંદનો ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગીતા જયંતીની ઉજવણી કરાઇ

વડોદરામાં ગીતા જયંતી નિમિત્તે વડોદરા મહિલા ઉત્થાન મંડળની મહિલાઓ દ્વારા ગીતાજીનું પારાયણ કરીને ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

આજે સ્કૂલનાં બાળકો કારેલીબાગ પોલીસ સ્ટેશનની મુલાકાત લેશે

બાળકોમાં ટ્રાફિકના નિયમો પાળવાની સમજ કેળવાય અને સમાજ પ્રત્યે પોલીસની ફરજ અને જવાબદારી અંગે થી વાકેફ થાય તેવા આશયથી તા.22 ડિસેમ્બરને શનિવારના રોજ બપોરે 11.15 થી 1.15 કલાક દરમિયાન જીવન સાધના સ્કૂલના બાળકો કારેલીબીગ પોલીસ સ્ટેશનની મુલાકાત લઇ પોલીસની કામગીરીથી વાકેફ થશે. આ ઉપરાંત બાળકો રાવપુરા ખાતે આવેલ ખાદી ગ્રામોદ્યોગ કેન્દ્રની મુલાકાત લેશે.

વાઘોડિયા રોડ ખાતે વાર્તાલાપનું આયોજન

તા.22 ડિસેમ્બરને શનિવારના રોજ સાંજે 6.00 કલાકે શ્રી સ્વામી વિવેકાનંદ હાઇસ્કૂલ, પરિવાર ચાર રસ્તા, વાઘોડિયા રોડ ખાતે વરિષ્ઠ નાગરિક મંડળ, વાઘોડિયાના ઉપક્રમે સૌમ્ય વંદ્યોપાધ્યાય લિખિત તથા બકુલ દવે અનુવાદિત 462 પાનાનું દબદાર પુસ્તક ‘અમિતાભ બચ્ચન’ વિષે જીવન સંઘર્ષ બાયોગ્રાફી અંગે ડો. રોજેન્દ્ર કે. હાથીનો વાર્તાલાપ તથા ડો. હાથી બચ્ચનજી માટે સ્વરચિત આરતી રજૂ કરશે. સાથો સાથ નાતાલ, તા.24/12 સ્વ. મહંમદ રફીનો જન્મદિન તથા રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિન વિષે પણ વાત કરશે.

છાણી ખાતે નૂતન વર્ષ મિલન-ઇનામ વિતરણ

શ્રી ત્રિવેદી મેવાડા કેળવણી મંડળ(836) વડોદરા દ્વારા તા.23 ડિસેમ્બરને રવિવારે સવારે 10 થી બપોરે 1 કલાકે બાપજી ગાર્ડન રેસ્ટોરંટ, રામાકાકા રોડ, છાણી ખાતે નૂતન વર્ષ મિલન, ઇનામ વિતરણ, વિશિષ્ટ સિધ્ધિ સન્માન કાર્યક્રમ રાખેલ છે.

શિક્ષણાધિકારી ડો.રાઠોડનો સન્માન સમારંભ

શહેર જિલ્લા, શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા નવનિયુક્ત જિલ્લા શિક્ષણાધિકારી ડો.રાઠોડનો આવકાર અને સન્માન કાર્યક્રમ યોજાયો હતો.

આજે શહેરમાં વિવિધ સ્થળો પર સુંદરકાંડ પાઠ

માનસ સત્સંગ દ્વારા તા.22 ડિસેમ્બરને શનિવારના રોજ રાત્રે 8.00 કલાકે સ્કાય લોન કોમ્પલેક્સ, નોવિનો તરસાલી, મકરપુરા રોડ ખાતે સુંદરકાંડ પાઠનું આયોજન તેમજ રોકડનાથ સંુદરકાંડ પરિવાર દ્વારા રાત્રે 8.30 કલાકે 299, સહકાર નગર, સ્વાતિ સોસાયટી પાછળ, ન્યુ સમા રોડ ખાતેે સુંદરકાંડ પાઠ યોજાશે. તદ્ ઉપરાંત શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરે રાત્રે 8.00 કલાકે એ-27 વૃંદાવન પાર્ક સોસાયટી, બ્રાઇટ સ્કૂલ પાછળ, કારેલીબાગ ખાતે સુંદરકાંડ પાઠ, ઋતંુભરા સુંદરકાંડ પરિવાર દ્વારા રાત્રે 7.30 કલાકે મહારાજ ચોક, પ્રથમ ઉપવન સામે, સનફાર્મા રોડ ખાતે સુંદરકાંડ પાઠનું આયોજન કરાયું છે.

તમારા સમાજ - સંસ્થા, ધર્મ કે તમારી અાસપાસ બનતી નાની - મોટી ઉજવણીઅોને અા પાના પર સમાવવા માટે નીચે અાપેલ ઈ-મેઈલ અાઈડી પર ફોટો સાથે વિગત મોકલી અાપો

dbpressnote.vadodara@gmail.com

અથવા નીચેના સરનામે મોકલી અાપોે િદવ્ય ભાસ્કર | એ-49, આર્યન એવન્યુ રણછોડપાર્ક સોસાયટી, કારેલીબાગ, વડોદરા

X
Vadodara News - latest vadodara news 033644
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી