HSRP નો કોન્ટ્રાક્ટ બદલાશે તો ભાવમાં વધારો થવાની વકી

Vadodara News - latest vadodara news 033640

DivyaBhaskar News Network

Dec 22, 2018, 03:36 AM IST
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

રાજ્ય સરકાર દ્વારા એચએસઆરપી નંબર પ્લેટ માટે આપેલો કોન્ટ્રાક્ટ આગામી 31મી ડિસેમ્બરે પૂરો થાય છે. આગામી નવા વર્ષથી સરકાર દ્વારા નવી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે તો નવા ઊંચા ભાવથી આપવામાં આવી શકે છે. જેથી નાગરિકોને એચએસઆરપી નંબર પ્લેટના વધુ પૈસા ચૂકવવા પડી શકે છે. અા સાથે આરસી બુકનો કોન્ટ્રાક્ટ પણ હયાત કંપનીનો પૂરો થઇ રહ્યો છે.

વડોદરા આરટીઓ ઓફિસના એ.આર.ટી.ઓ. એમ.એ. મન્સુરી મુજબ આગામી 31મી ડિસેમ્બરે બંને કંપનીનો કોન્ટ્રાક્ટ પૂરો થાય છે. આ સાથે જૂની નંબર પ્લેટ બદલવા માટેની છેલ્લી તારીખ પણ પૂરી થાય છે. નવા સત્રથી રાજ્ય સરકાર કોને કોન્ટ્રાક્ટ આપશે તે નક્કી નથી. હયાત કંપનીનો કોન્ટ્રાટક રિન્યુ કરશે કે કેમ તે પ્રશ્ન સાથે નાગરિકોને વધુ પૈસા ચૂકવવા પડે તેવી શક્યતા છે.

X
Vadodara News - latest vadodara news 033640
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી