રેલવે સ્ટેશન પર વેઇટિંગ લોન્જ મોટી કરવા 2 સ્ટોલ તોડી પડાશે

Vadodara News - latest vadodara news 033636

DivyaBhaskar News Network

Dec 22, 2018, 03:36 AM IST
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર. વડોદરા

વડોદરા રેલવે સ્ટેશનનું રિનોવેશન કામ ચાલી રહ્યું છે. જે અંગે પ્લેટફોર્મ નંબર -1 પર બહારની વેઇટિંગ લોન્જ મોટી કરવાની હોવાથી અંદર આવેલા બે સ્ટોલને તોડીને આગળ ખસેડવા માટે આદેશ કરવામાં આવ્યો છે. જે અંગે બે સ્ટોલ ધારકને અંદાજે રૂ.4 લાખનું નુકસાન થશે.

રેલવે દ્વારા વડોદરા સ્ટેશનનું રૂા. 18 કરોડના ખર્ચે રિનોવેશન ચાલી રહ્યું છે. ત્યારે સ્ટેશન ડાયરેક્ટરની ઓફિસ આગળ આવેલા મેડિકલ સ્ટોર અને અન્ય એક સ્ટોરને બે ફૂટ આગળ લેવા માટે માર્કિંગ કરાયું છે.

શહેરના રેલવે સ્ટેશન પર રીનોવેશનના પગલે બે સ્ટોલ તોડી પડાશે.

X
Vadodara News - latest vadodara news 033636

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી