જે.પી. રોડની આત્મન સ્કૂલનાં શિક્ષકોનાં વાહનોની તોડફોડ

Vadodara News - latest vadodara news 033633

DivyaBhaskar News Network

Dec 22, 2018, 03:36 AM IST
જૂના પાદરા રોડની રાજલક્ષ્મી સોસાયટીમાં આવેલ આત્મન વિદ્યાલયના શિક્ષકોનાં વાહનોની એક જ પરિવાર દ્વારા તોડફોડ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ગોત્રી પોલીસ સ્ટેશનમાં અરજી આપતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

શહેરના જૂના પાદરા રોડની રાજલક્ષ્મી સોસાયટીમાં આવેલ આત્મન વિદ્યાલયમાં કામ કરતા 12 શિક્ષકોએ સહી સાથે આપેલી અરજીમાં જણાવ્યું છે કે, આત્મન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આ શાળાને 1994થી માન્યતા મળેલી છે. સોસાયટીના રહીશોએ આજદિન સુધી કોઇ વાંધો ઉઠાવ્યો નથી પરંતુ એક જ ગાંધી પરિવારના સભ્ય શાળાની શિક્ષિકાઓનાં વાહનોની તોડફોડ કરી નુકસાન પહોંચાડે છે. શાળામાં ફરજ બજાવતા શિક્ષકોની સલામતી માટે તેમજ યોગ્ય રક્ષણ મળી રહે તે માટે કાયદેસરનાં પગલાં ભરવા માટે પોલીસને રજૂઆત કરી છે. ગોત્રી પીઆઇ વી.આર. ખેરે કહ્યું કે અમને આજે બપોરે શાળાની અરજી મળી છે. તેમની ફરિયાદને અનુલક્ષી તપાસ કરવામાં આવશે.

X
Vadodara News - latest vadodara news 033633
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી