તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મોડી રાતે શહેરના આજવારોડ પર વરસાદી ઝાપટું

મોડી રાતે શહેરના આજવારોડ પર વરસાદી ઝાપટું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેદિવસના ઉકળાટ બાદ સર્જાયેલા વાદળછાયા માહોલ બાદ મોડી રાતે અાજવા રોડ સહિતના પૂર્વ વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડતા નાગરિકો ખુશખુશાલ થઇ ગયા હતા. છેલ્લા બે દિવસથી વડોદરા સિવાય રાજયભરમાં મેઘરાજાની પધરામણી થઇ ગઇ છે તે નોંધનીય છે. શુક્રવારે મોડી રાતે આજવા રોડ,સરદાર એસ્ટેટ રોડ વિસ્તારમાં આગાહીનું રિહર્સલ થયું હતું. દિવસભરના ઉકળાટ બાદ મોડી રાતે પૂર્વ વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડતાં તેનો લ્હાવો માણવા માટે સ્થાનિક નાગરિકો રોડ પર ઉમટી પડયા હતા. લાંબા સમયથી શહેરીજનો મેઘરાજાના આગમનની રાહ જોઇ રહ્યા છે ત્યારે પૂર્વ વિસ્તારમાં મેઘરાજાએ છડી પોકારતા વાતાહવણ્માં ઠંડક પ્રસરી ગઇ હતી. મોડી રાતે પડેલા વરસાદના કારણે પૂર્વ વિસ્તારમાં એપાર્ટમેન્ટ અ્ને ઘરોની અગાશી પર નિંદ્રા માણી રહેલા નાગરિકોને ગાદલા ઓશિકા લઇને ઘરમાં જવાની ફરજ પડી હતી.

અન્ય સમાચારો પણ છે...