તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વેબસાઇટ પરથી પાઠ્યપુસ્તક પાછું ખેંચાયાના મેસેજ ફરતા થયા

વેબસાઇટ પરથી પાઠ્યપુસ્તક પાછું ખેંચાયાના મેસેજ ફરતા થયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાઠ્યપુસ્તકમાં ઈસુ માટે થયેલા શબ્દપ્રયોગથી મામલો વકર્યો

ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત ધો.9 દ્વિતીય ભાષા હિન્દીના પાઠ્યપુસ્તકમાં "ભારતીય સંસ્કૃતિ મેં ગુરુ - શિષ્ય સંવાદ’ પ્રકરણમાં "હેવાન ઈસુ’ શબ્દથી ખ્રિસ્તી સમુદાયમાં ખળભળાટ મચ્યો છે. અમદાવાદ તથા રાજકોટ સહિતનાં શહેરોમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યાં છે. શુક્રવારે ફતેગંજ ચર્ચ ખાતે સમાજના અગ્રણીઓની મળેલી બેઠકમાં સોમવારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવાનો નિર્ણય લીધો હતો.

ખ્રિસ્તી સમુદાયના અગ્રણીઓનું કહેવું છે કે, જાણી જોઈને ખ્રિસ્તી સમુદાય સાથે પ્રકારનો વ્યવહાર કરાયો છે. પાઠ્યપુસ્તક મંડળમાં પુસ્તક પ્રૂફ રીડર્સના હાથમાંથી પસાર થતું હોય છે. પુસ્તક પ્રકાશિત થાય પૂર્વે ભૂલો સુધારવામાં આવતી હોય છે. આમ છતાં જો ઈસુ માટે હેવાન શબ્દ પ્રયોજાતો હોય તો કૃત્ય જાણી જોઈને કરાયું હોય એવું અભિપ્રેત થઈ રહ્યું છે.

સંતોષકારક નિર્ણયની સરકાર સમક્ષ ખ્રિસ્તીઓની માંગ

સોમવારે વડોદરાના ખ્રિસ્તીઓ કલેક્ટરને આવેદનપત્ર આપશે

સમગ્ર વિવાદ પછી રાજ્યના શિક્ષણ વિભાગની વેબસાઈટ પરથી હિન્દીનું પાઠ્ય પુસ્તક પાછું ખેંચી લીધું હોવા અંગેના મેસેજ વ્હોટ્સ એપ પર ફરતા થયા હતા. વેબસાઈટ પરથી પાઠ્યપુસ્તક ખોલવામાં 404 એરર આવતી હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ, ખ્રિસ્તી સમુદાય સંતોષકારક નિર્ણયની રાહ જોઈ રહ્યો છે.

^આ પ્રકારની નિષ્કાળજીના કારણે સમગ્ર ખ્રિસ્તી સમુદાયની લાગણી દુભાઈ છે. સરકાર પગલાં નહિ લે તો, આઈ.પી.સી.ની ધારા 295(અ) અંતર્ગત કાયદાકીય પગલાં લેવાય માટે ફરિયાદ કરીશું. સરકાર પગલાં લે તો કોર્ટમાં જઈને કાયદાથી લડવાની પણ અમારી તૈયારી છે. > અનંતક્રિશ્ચિયન

અન્ય સમાચારો પણ છે...