તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલાં ગુડ ન્યુઝ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની એન.ડી.એ.સરકારના 3 વર્ષ સંપન્ન થયા છે. કેન્દ્ર સરકારની 3 વર્ષની સિદ્ધિઓ-કામગીરીની માહિતી લોકો સુધી પહોંચાડવાના આશયથી વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રચાર રથથી પ્રચાર શરૂ કરાયો છે. ઉપરાંત તા.9-10-11 જૂન દરમિયાન પ્રદર્શન મેદાન ખાતે યોજાનાર મેકીંગ ઓફ ડેવલપ્ડ ઇન્ડિયા ફેસ્ટમાં ભાગ લેવા માટે શહેરીજનોની નોંધણી કરાઇ રહી છે. કેન્દ્ર સરકારના 3 વર્ષની ઉજવણીના ભાગરૂપે શુક્રવારથી રવિવાર સુધી પ્રદર્શન મેદાન પર 3 દિવસના મેકીંગ ઓફ ડેવલપ્ડ ઇન્ડિયા ફેસ્ટનું આયોજન કરાયું છે. તેમાં લોકોને જોડવા લેડ મોબાઇલ પ્રચારવાન દ્વારા લોકોને જાણકારી આપવા અને નામ નોંધણી કરવાનું અભિયાન ચાલી રહ્યું છે. મંગળવારે પહેલા દિવસે શહેરના જુદાજુદા વિસ્તારોમાં પ્રવાસ કરીને 800 થી વધુ લોકોની ફેસ્ટમાં ભાગ લેવા માટે નામ નોંધણી કરી હતી. સ્વયં સેવકો લોકોના મોબાઇલમાં સરકારી કામકાજ, યોજનાકીય જાણકારી અને સરકારના સંપર્કમાં ખૂબ ઉપયોગી નમો એપ ડાઉનલોડ કરી આપે છે.

કેન્દ્ર સરકારની યોજનાઓનો શહેરમાં રથથી પ્રચાર કરાશે

અન્ય સમાચારો પણ છે...