તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઓછા મતથી હારેલાં કોંગી ઉમેદવારો પણ ટિકિટ માગશે

ઓછા મતથી હારેલાં કોંગી ઉમેદવારો પણ ટિકિટ માગશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતવિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ પક્ષમાં ટિકિટના મુદ્દે બળવો થવાનાં એંધાણને લઇ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ મંગળવારે કોંગ્રેસના 57 સીટિંગ ધારાસભ્યોને પુન: ટિકિટ આપવાની જાહેરાત કરી છે. પરંતુ જાહેરાતથી કોંગ્રેસ પક્ષમાં અસંતોષ ઠરી જવાના બદલે વકરવાનાં એંધાણ વર્તાયાં છે. સીટિંગ ધારાસભ્યોને ટિકિટ આપવાની જાહેરાત બાદ વડોદરા જિલ્લાના 2012 ની ચૂંટણીના ઓછા મતોથી પરાજિત થયેલા ઉમેદવારો પણ વખતની ચૂંટણીમાં દાવો કરનાર હોવાની વિગતો સાંપડી છે.

કોંગ્રેસ પક્ષે 57 સીટિંગ ધારાસભ્યોની ટિકિટ કન્ફર્મ કરી દીધી છે. જેના પગલે 57 બેઠકો પર કોંગ્રેસ દ્વારા અન્ય કોઇને તક આપવાની વાત પર હાલ પૂરતો પડદો પડી ગયો છે. જેથી 57 બેઠકો પર ચૂંટણી લડવા ઇચ્છુક મુરતિયાઓ નાસીપાસ થયા છે. એટલું નહીં 57 બેઠકો પર હાલના વર્તમાન ધારાસભ્યો ચૂંટણી લડશે તે પાક્કું થઇ જતાં બેઠકો પર કોંગ્રેસ પક્ષે સંભવિત ઉમેદવારોને સાંભળવા હાથ ધરાયેલી પ્રક્રિયા નર્યું નાટક હોવાની છાપ સાથે સંભવિત દાવેદારોમાં જબરદસ્ત નારાજગી સર્જાઇ છે. વિધાનસભા 2012ની ચૂંટણી નજીવી સરસાઇ એટલે કે, 6 હજાર કરતાં ઓછા મતોથી ગુમાવનાર પરાજિત ઉમેદવારોએ 2017 ની ચૂંટણી માટે દાવો કર્યો છે. ઉમેદવારોએ પણ વખતની ચૂંટણી માટે તેમની ટિકિટ પાક્કી કરવા માટે તખ્તો ગોઠવ્યો હોવાની વિગતો સાંપડી છે.

કોંગ્રેસના 57 સીટિંગ ધારાસભ્યોને પુન: ટિકિટથી િવવાદ

સીટિંગ ધારાસભ્યોને ટિકિટ આપવાના નિર્ણયથી અસંતોષ

અન્ય સમાચારો પણ છે...