• Gujarati News
  • National
  • મુખ્ય જિ. આરોગ્ય અધિકારીનો હોદ્દો 5 વર્ષથી ઇન્ચાર્જના હવાલે

મુખ્ય જિ. આરોગ્ય અધિકારીનો હોદ્દો 5 વર્ષથી ઇન્ચાર્જના હવાલે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીની રેગ્યુલર જગ્યા 5 વર્ષથી ભરાતી નહોઇ આ હોદ્દા પર અન્ય અધિકારીને ઇન્ચાર્જ તરીકે મૂકી રાજ્ય સરકાર વહીવટ ચલાવી રહી છે. પરિણામે જિલ્લાની આરોગ્યલક્ષી કામગીરીને અસર થઇ રહી છે. એટલું જ નહીં 5-5 વર્ષથી જિલ્લા આરોગ્ય અધિકારી મૂકી નહીં શકનાર રાજ્ય સરકાર પાસે અધિકારીઓની અછત હોવાનું પુરવાર થયું છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની જગ્યા વડોદરા જિ.પં.માં છેલ્લા 5 વર્ષથી ખાલી છે. રાજ્ય સરકાર આ જગ્યા પર રેગ્યુલર નિમણૂંક નહીં કરી જિ.પં.ના જ આરોગ્ય વિભાગના અન્ય કોઇ અધિકારીને ઇન્ચાર્જ તરીકે મૂકી આરોગ્ય વિભાગનો વહીવટ કરાવી રહી છે.વડોદરા જિલ્લા સાથે ભેદભાવ રાખી નિમણૂંક કરાતી નથી તે મુદ્દો ચર્ચાની અેરણે ચડ્યો છે. વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે એમ આઇ પટેલે આક્ષેપ કર્યો હતો કે 5 વર્ષથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ન નિમવા નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં સમાન છે.

અન્ય સમાચારો પણ છે...