• Gujarati News
  • National
  • યુનિ.ના પદવીદાન સમારંભમાં આમંત્રણ કાર્ડ વગર નો એન્ટ્રી

યુનિ.ના પદવીદાન સમારંભમાં આમંત્રણ કાર્ડ વગર નો-એન્ટ્રી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| એમ.એસ.યુનિવર્સિટીના 66મા પદવીદાન સમારંભમાં આમંત્રણ કાર્ડ વગર પ્રવેશ આપવામાં નહિ આવે. વિદ્યાર્થીઓને આઇ કાર્ડ પર પ્રવેશ અપાશે, પદવીદાન સમારંભ સ્થળે 10.30 વાગ્યા સુધી જ એન્ટ્રી આપવામાં આવશે. વીવીઆઇપી સિવાય બે ગેટ એન્ટ્રી માટે બનાવવામાં આવ્યા છે. વી આર પ્રાઉડ ઓફ યુ પ્રોગામમાં 163 ગોલ્ડ મેડાલિસ્ટોને 263 ગોલ્ડ મેડલ અપાશે.

163 ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓને 263 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં યોજાનાર પદવીદાન સમારંભમાં ડાયસ પર રાષ્ટ્રપતિ સાથે માત્ર 9 વીવીઆઇપીને જ સ્થાન આપવામાં આવશે. રાજ્યના ગર્વનર,મુખ્ય મંત્રી,શિક્ષણ મંત્રી,ચાન્સેલર,વીસી,રજિસ્ટ્રાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહશે.

ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિના પ્રોટોકોલના એરિયામાં બેઠક વ્યવસ્થા હોવાના પગલે તેમનાં વિશેષ આઇ કાર્ડ બનાવવામાં આવશે. આ આઇકાર્ડ પોતાની પાસે અચૂક રાખવાના રહેશે. ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓને પદવીદાન સમારંભના સ્થળ પાસે રાખેલ મે આઇ હેલ્પ યુની ડેસ્ક પરથી પ્રોટોકોલ પ્રમાણેનાં આઇ કાર્ડ પણ આપવામાં આવશે. ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓના વાલીઓને નિમંત્રણ કાર્ડ માટે વીસીના પર્સનલ સેક્રટરી પાસે પોતાના આધાર કાર્ડ સહિત ગોલ્ડમેડાલિસ્ટ વિદ્યાર્થીની વિગતો સહિતના પુરાવાની કોપી સબમિટ કરવાની રહશે. પદવીદાન સમારંભ માટે ત્રણ ગેટ બનાવવામાં આવ્યા છે જેમાં યુનિવર્સિટી હેડ ઓફિસની બહાર નીકળવાના ગેટને વીવીઆઇપી ગેટ બનાવવામાં આવ્યો છે જ્યાંથી રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોની એન્ટ્રી થશે.

યુનિ.ના વિદ્યાર્થી સહિત શિક્ષકો, સેનેટ, સિન્ડિકેટ સભ્યો, કર્મચારીઓ માટે એનસીસી ખાતેથી એન્ટ્રી અને ંબોયઝ હોસ્ટલ તરફથી પણ એક એન્ટ્રી રાખવામાં આવી છે જેમાં સિન્ડિકેટ, સેનેટ સભ્યો સહિતના આમંત્રિતો પ્રવેશ મેળવી શકશે. બોયઝ હોસ્ટેલ ખાતે પાર્કિંગ છે.

કોમર્સ ફેકલ્ટીની વિદ્યાર્થિનીને ચાન્સેલર ગોલ્ડ મેડલ રાષ્ટ્રપતિના હસ્તે અપાશે
સમયના અભાવના પગલે રાષ્ટ્રપતિના હસ્તે તમામ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરી શકાય તેમ ના હોવાથી માત્ર ટોકન સ્વરૂપે એક વિદ્યાર્થીને પદવીદાન સમારંભમાં ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવનાર છે. દર વર્ષે રોટેશન પ્રમાણે આપવામાં આવતો ચાન્સેલર ગોલ્ડ મેડલ ચાલુ વર્ષે કોમર્સ ફેકલ્ટીના ફાળે ગયો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કોમર્સ ફેકલ્ટીના એમકોમ એકાઉન્ટન્સીમાં 80 ટકા મેળવનારા વિદ્યાર્થિની મસરત મહેબુબ સુરતીને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. એમકોમ એકાઉન્ટન્સીમાં 80 ટકા ગુણ મેળવનાર મસરતના પિતા મહેબૂબભાઇ મંગળબજારમાં દુકાન ધરાવે છે અને મસરત ગોરવા બીઆઇડીસીમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. વીસી પરિમલ વ્યાસે ચાન્સેલર ગોલ્ડ મેડલ રાષ્ટ્રપતિના હસ્તે એનાયત કરાય તેવો પ્રસ્તાવ મૂકયો હતો. આ એક ગોલ્ડ મેડલ ફાઇનલ કાર્યક્રમના આધારે આપવામાં આવશે.

ડિગ્રી મેળવવા માટેનાં ફોર્મ ભરવાની પ્રક્રિયામાં છબરડાં
એજ્યુકેશન રિપોર્ટર|વડોદરા

22 જાન્યુઆરીના રોજ યોજાનાર મ.સ.યુનિ.ના 66માં પદવીદાન સમારોહ પૂર્વે ડિગ્રી મેળવવા માટે ફોર્મ ભરવાની ચાલી રહેલી પ્રક્રિયામાં વેબસાઇટ ખોટકાવાથી ક્ષતિ સર્જાઇ હોવાનો આક્ષેપ સેનેટ સભ્ય દ્વારા કરાઇ રહ્યો છે. ડિજિટલ યુનિવર્સિટીની વેબસાઈટ પાંગળી ઇન્ટરનેટ વ્યવસ્થાના કારણે ખોટકાઇ હોવાનું જણાવ્યું હતું. આ સંદર્ભે યુનિ.ના વાઇસ ચાન્સેલર તથા રજીસ્ટ્રારને પણ ઇ-મેઇલ મારફતે રજૂઆત કરી હતી.

મ.સ.યુનિવર્સીટીમાં ડિગ્રી પ્રમાણપત્ર માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ઓનલાઈન થઇ ચુકી છે, પરંતુ યુનિવર્સીટીની પાંગળી ઈન્ટરનેટ વ્યવસ્થા કારણે હજારો વિદ્યાર્થી મુશ્કેલીમાં મુકાયા છે. ઓનલાઈન ફોર્મ ભરાઈ રહ્યા છે પણ યુનીવર્સીટી નું તંત્ર અને ટેકનીકલ કારણોસર ઓનલાઈન પૈસા સ્વીકારવાનું બંધ થયું છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૦ જાન્યુવારી ૨૦૧૮ છે. એવું યુનિ.ના સેનેટ સભ્ય કપીલ જોષીએ જણાવ્યું હતું.તેમણે એમ પણ કહ્યું હતું કે ડિગ્રી માટે ફી ભરવાની ઓનલાઇન પ્રક્રિયા ખોટકાતા હવે પ્રક્રિયા મેન્યુઅલ કરાઇ રહી છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એરપોર્ટ પરથી સીધા કોન્વેકેશન સ્થળ પર આવશે

રાષ્ટ્રપતિ સહિતના વીવીઆઇપીના કોન્વોયના પગલે 30 થી 40 જેટલી કારોના કાફલાનું પાર્કિંગ હેડ ઓફિસની બહાર કરવામાં આવશે

રાષ્ટ્રપતિ કોન્વોકેશન બાદ સર્કિટ હાઉસમાં રોકાય તેવી શકયતાઓ

રાજ્યના ગર્વનર અને મુખ્ય મંત્રી એરપોર્ટ પર રાષ્ટ્રપતિનું સ્વાગત કરશે

પદવીદાન સમારંભનું લાઇવ વેબકાસ્ટિંગ કરાશે

લાઇફ લોન્ગ લર્નિંનીંગ સેન્ટર પાસે મે આઇ હેલ્પ યુનું કાઉન્ટર મૂકાશે

શનિવારે કોન્વોકેશનનું રિહર્સલ કરવામાં આવશે

યુનિવર્સિટી સત્તાધીશો સાથે પોલીસ કમિશનર બેઠક યોજશે

ચાર પુસ્તકોનું વિમોચન કરાશે જેમાં અત્યાર સુધીના દીક્ષાંત પ્રવચનોની બુક દીક્ષા,કોન્વોકેશન સોવેનિયર કે જેમાં ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓની ફોટા સહિતની માહિતી હશે. સયાજીરાવ ગાયકવાડના પ્રવચનનો સમાવેશ કરતી સર સયાજી કા વિચાર વિશ્વ ભાગ 2 નું વિમોચન થશે.

કુલ 10,700 વિદ્યાર્થી ગ્રેજ્યુએટ થયા છે.

અન્ય સમાચારો પણ છે...