• Gujarati News
  • National
  • 22 જાન્યુ.થી 12 ફેબ્રુ.સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે

22 જાન્યુ.થી 12 ફેબ્રુ.સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ વડોદરા શહેર-જિલ્લામાં સમાવિષ્ટ તમામ દસ વિધાનસભા મતવિભાગોની ફોટાવાળી મતદારયાદીઓનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તા.22 જાન્યુ.થી તા.22 ફેબ્રુ.સુધી યોજાનાર છે. આ અભિયાન દરમિયાન તા.1-1-2018 ના રોજ 18 વર્ષ પૂરાં કરનાર યુવક-યુવતી મતદાર યાદીમાં નામ નોંધાવી શકશે. જિલ્લા ચૂંટણી અધિકારી પી.ભારતીએ જણાવ્યું કે, તા.1-1-2018 ની લાયકાતની તારીખના સંદર્ભમાં શહેર-જિલ્લામાં ફોટાવાળી મતદારયાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાથ ધરાશે. ચૂંટણી પંચના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર તા.22 જાન્યુ.ના રોજ ફોટાવાળી મતદારયાદીના મુસદ્દાની પ્રસિદ્ધિ કરાશે. તા.1-1-2018 ની લાયકાતના સંદર્ભમાં 18 વર્ષ પૂર્ણ કરનાર તમામ નાગરિકો તા.22 જાન્યુ.થી તા.12 ફેબ્રુ.સુધી પોતાનું નામ મતદારયાદીમાં નોંધાવી શકશે. મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન તા.28 જાન્યુ.ને રવિવાર અને તા.4 ફેબ્રુ.ને રવિવારના રોજ ખાસ ઝુંબેશ હાથ ધરાશે. તેના ભાગરૂપે સબંધિત મતદાન મથકો ખાતે સવારે 10 થી સાંજે 5 કલાક સુધી બૂથ લેવલ અોફિસર દ્વારા હક્ક-દાવા-વાંધાઓ સ્વીકારાશે. તા.1 માર્ચ સુધીમાં હક્ક-દાવાઓની ચકાસણી અને વાંધા નિકાલ કરાશે. જિલ્લા ચૂંટણી અધિકારી પી.ભારતીએ મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવવા તેમજ જરૂરી સુધારા-વધારા કરવા, નામ કમી કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...