• Gujarati News
  • National
  • BCAની કમિટીમાં સ્ટેડિયમનું કામ ઝડપથી શરૂ કરવા માત્ર વાતો કરી

BCAની કમિટીમાં સ્ટેડિયમનું કામ ઝડપથી શરૂ કરવા માત્ર વાતો કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ રિપોર્ટર | વડોદરા

બરોડા ક્રિકેટ એસોસિયેશનની બુધવારે મળેલી બેઠકમાં કોટંબીમાં આકાર લેનાર સ્ટેડિયમની કામગીરી ઝડપથી ચાલુ કરવા ચર્ચા કરાઇ હતી. આશરે ત્રણ કલાક ચાલેલી આ બેઠકમાં હિસાબો સહિતનાં વિવિધ પ્રકારનાં કામો મંજૂર કરાયાં હતાં.

બીસીએના ઇન્ચાર્જ સેક્રેટરી સ્નેહલ પરીખે જણાવ્યું હતું કે બીસીએના સ્ટેડિયમનું કામ ઝડપથી ચાલુ કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી જેને સર્વ સભ્યોએ બહાલી આપી હતી.આ મુદ્દાને કારણે કોટંબીના જમીનની કાર્યવાહી જોતાં એડવોકેટ વિજય શિર્કેને પણ મેનેજિંગ કમિટીની બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા.તાજેતરમાં બીસીએની મેનેજિંગ કમિટીના સભ્ય કમલ પંડ્યાએ વહીવીટ સામે સવાલો ઉભા કરી રાજીનામું આપ્યું હતું જે મેનેજિંગ કમિટીએ નામંજૂર કર્યું હતું.જો કે દર મહિને બોલાવવા માટે બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો.અન્ય એસોસિયેશન માટે બીસીએ પાસે ઇરફાન પઠાણે માંગેલી એનઓસી માનભેર આપવા માટેનો સર્વાનુમતે નિર્ણય કરાયો હતો.સીઆઈસી કમિટીમાં પ્રણવ અમીન અને ખગેશ અમીનનો પણ સમાવેશ કરવાના કામને બહાલી અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...