• Gujarati News
  • National
  • કપિલ સિબ્બલને ફીનો કેસ ન લડવા વાલીઓ ઇ મેલ કરશે

કપિલ સિબ્બલને ફીનો કેસ ન લડવા વાલીઓ ઇ-મેલ કરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલીઓ અને શા‌ળા સંચાલકો વચ્ચે ફી નિયમન અધિનિયમને લાગુ કરવા શાળાઅો સુપ્રીમ કોર્ટમાં ગઇ છે. જે અંગે વાલીઓ ભેગા થઇને કેસ લડી રહેલા વકીલ કપિલ સિબ્બલને ઇ-મેઇલ કરીને કેસ ન લડવા માટેની અપીલ કરશે.

ફી નિર્ધારણ મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી વાલીઓ દ્વારા આંદોલન ચલાવાઇ રહ્યું હતું. જો કે સુપ્રીમ કોર્ટમાં મામલો જતાં વાલીઓ દ્વારા વકીલો સાથે વાત કરાઇ રહી છે. વાલી અગ્રણી મુકુન્દ પટેલના જણાવ્યા પ્રમાણે વાલીઓ દ્વારા અગાઉ પણ હરીશ સાલ્વેને ઇ-મેઇલ કરીને જાણ કરી હતી કે લાખો વાલીઅો અને વિદ્યાર્થીઅોના હિતમાં શા‌ળા તરફથી કોર્ટમાં કેસ લડવો ન જોઇઅે. લાખો વાલીઓ દ્વારા ઇ-મેઇલ કરવામાં આવ્યો હતો. તેમના જણાવ્યા મુજબ માસ અપીલને પગલે હરીશ સાલ્વેઅે કેસમાં ભાગ લીધો ન હતો. હાલ કપિલ સિબ્બલ શાળા તરફથી કોર્ટમાં કેસ લડતા હોવાથી વાલીઓ ઇ-મેઇલ કરી માસ અપીલ કરશે.

કોર્ટ પર ભરોસો રાખવો પડશે : એડવોકેટ પિલ્લાઇ
એડવોકેટ કિશોર પિલ્લાઇઅે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં કોર્ટે સરકારના ફી નિયમન વિધેયક પર મોહર લગાવી હતી. ગુજરાતમાં જે ચાલી રહ્યુ છે તેમાં પણ કોર્ટ તરફથી વાલીઅો માટે પોઝિટિવ નિર્ણય જ આવશે. વાલીઅોએ કોર્ટ પર ભરોસો રાખવો પડશે.

ઓલ ગુજરાત વાલી મંડળનાં પ્રતિનિધિ ભાવના સપકાળે જણાવ્યું હતું કે ટ્રી હાઉસમાં વાલીઅોએ બુધવારે તેમને મળીને જણાવ્યું હતું કે શા‌ળામાંથી રોજે રોજ ફોન કરીને ફી ભરવા માટે દબાણ કરવામાં આવી રહ્યુ છે.ફી મંજૂર થઇ ગઇ છે તેમ કહીને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યાં છે.

વડોદરા. વિદ્યાર્થી હિત રક્ષક સમિતિ દ્વારા શાળાઓમાં વિદ્યાર્થીઓના પ્રવેશ સમયે લેવામાં આવતી પ્રવેશ ફી સહિતની અન્ય ફી નાબૂદ કરવા માટે ડભોઇના ધારાસભ્યને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. રાજ્ય સરકારે 2011માં કાયદો પસાર કર્યો હતો જે મુજબ કોઈપણ શાળામાં બાળક દાખલ થાય તે વખતે લેવામાં આવતી પ્રવેશ ફી સહિતની વિવિધ પ્રકારની ફી લઇ શકાય નહીં. તેમ છતાં લેવામાં આવતી હોય છે. ગુરુવારે વિદ્યાર્થી હિતરક્ષક સમિતિ દ્વારા રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીને ગુલાબનું ફૂલ તથા આવેદન અપાશે.

શાનેન સ્કૂલ અને ગ્રીન વેલીના વિદ્યાર્થીના વાલીને બુધવારે ફી ઇન્સ્ટોલમેન્ટ ભરવા રિમાઇન્ડર આપવામાં આવ્યું હતું.જે અંગે વાલીએ જણાવ્યું હતું કે અમે સરકાર દ્વારા જાહેર કરાયેલ ફી વિધેયકની સાથે છીએ.જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી ફી ભરવા માટે રાહ જોવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...