• Gujarati News
  • National
  • ‘સેન્સર બોર્ડ નહીં, સેન્સર પોઈન્ટ્સ જ હોવા જોઈએ’

‘સેન્સર બોર્ડ નહીં, સેન્સર પોઈન્ટ્સ જ હોવા જોઈએ’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | બોલીવુડની દિલ્હી-6, ભાગ મિલ્ખા ભાગ, રંગ દે બસંતી જેવી ફિલ્મોના ડાયરેકટ, પ્રોડ્યુસર અને સ્ક્રીન રાઇટર રાકેશ ઓમપ્રકાશ મહેરાએ MSUની ફૂટપ્રિન્ટ્સ ઇવેન્ટની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ફિલ્મ જગત સહિત વિવિધ મુદ્દે વાત કરી હતી. સાથે વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા.

ડાયરેક્ટર સાથે રસપ્રદ સવાલ-જવાબ
 શું ફિલ્મ ક્ષેત્રમાં સેન્સર બોર્ડ હોવું જોઈએ?
ફિલ્મો માટે સેન્સર બોર્ડ હોવું જ ના જોઈએ. બસ ફક્તને ફક્ત સેન્સર રેન્ક હોવા જોઈએ. વર્ષ 2017માં અરુણ જેટલી, શ્યામ બાબુ, કમાલ હસન, હું અને ભારતીય ઇન્ફોર્મેશન વિભાગના સેક્રેટરીએ ભેગા મળીને સિનેમેટ્રોગ્રાફી એક્ટ 1958 અને બીજા ફિલ્મને લગતા વિષયને સમજ્યા. વુમન વેલ્ફેર સાથે એનજીઓને મળ્યા હતા. પછી એક કાયદો સૂચવ્યો છે. તે પાર્લામેન્ટમાં જઈને કાયદો બને તેની રાહ જોઈ રહ્યા છીએ.

 સરકારે ફિલ્મોના પ્રદર્શનના મામલે દખલઅંદાજી કરવી જોઈએ?
ભારત વસ્તીની દૃષ્ટિએ ઘણો મોટો દેશ છે. જ્યાં અનેક ભાષા અને ધર્મના લોકો રહે છે. ફિલ્મ કોઈ પણ સમાજના લોકોના ઇતિહાસ સાથે સંકળાયેલી હોય કે ધર્મ સાથે સંકળાયેલ હોય તો એક મૂવીથી કઈ તેનો ઇતિહાસ કે સમાજની છબીને કોઈ નુકશાન થવાનું નથી. જેથી સરકારે ફિલ્મો બાબતે ક્યારે પણ દખલ અંદાજિત ન કરવી જોઈએ.

 શ્રીદેવીજી આપણી વચ્ચે નથી, તે બાબતે આપ શું કહેશો?
થોડીવારનું મૌન પાડી તેમણે જણાવ્યું હતું કે, મારું દુર્ભાગ્ય છે કે હું એમની સાથે કામ ના કરી શક્યો. તેમની ખોટ બૉલીવુડને ઘણી સાલશે, હિન્દી ફિલ્મોમાં એમનું યોગદાન ઘણું નોંધોપાત્ર રહ્યું છે. 19’sના સમયમાં તો તેઓએ પોતાનું નામ કર્યું જ હતું. પરંતુ તેમની ઈંગ્લીશ-વિંગ્લિશ મુવીમાં હાલની હિરોઈનને શરમાવી દે તેટલી એનર્જી અને ઍક્ટિંગનું પ્રદર્શન કર્યું હતું.

 ફિલ્મ જગતમાં મહિલાઓને ઓછું વેતન આપવામાં આવે છે તે વાતમાં કેટલું સાતત્ય છે?
સ્ક્રિપ્ટ રાઇટર, પ્રોડ્યુસર, સિનેમેટોગ્રાફર, મેકઅપ આર્ટિસ્ટ, આર્ટિસ્ટ, કોરીઓગ્રાફર અને બીજા અનેક લોકોના સાથ અને સહકારથી ફિલ્મ બનતી હોય છે. જ્યારે આ દરેક વ્યક્તિના વેતનની વાત આવે ત્યારે મહિલા આર્ટિસ્ટને પુરુષ આર્ટિસ્ટ કરતા ઓછો પગાર મળતો હોય છે. બાકી બીજા કાર્ય ક્ષેત્રમાં પુરુષ કરતા મહિલાઓને વધુ વેતન મળે છે.

 સાચું ટેલેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ખરેખર ક્યાંથી આવે છે?
ધર્મવીર ભારતી, રવિન્દ્રનાથ ટાગોર અને નિરાલા જેવા લેખકો ગામો અને નાના શહેરોના રહેવાસી હતા. તેઓ કોઈ મેગા કે મેટ્રો સિટીના રહેવાસી ન્હોતા. ટેલેન્ટ ખરેખર ગામડાઓમાંથી જ બહાર આવે છે. 28 વર્ષે આપણે વિશ્વ કપ જીત્યા તે ટીમમાં યુપી અને રાંચીની ગલીઓમાંથી દેશ માટે રમવા આવેલા ખિલાડીઓનું મોટું યોગદાન હતું.

 થિયેટર આર્ટિસ્ટ, ફિલ્મ કલાકારમાં શ્રેષ્ઠ કોણ?
જેમ એપલ અને ઓરેન્જ અલગ છે તેમ થિયેટર આર્ટિસ્ટ અને ફિલ્મ કલાકારો અલગ છે. એક એક્ટર સ્ટાર હોય તે જરૂરી નથી હોતું, પરંતુ એક સ્ટારમાં ઍક્ટિંગનું હોવું જરૂરી હોય છે. જ્યારે થિયેટર આર્ટિસ્ટ અને ફિલ્મ કલાકારો વચ્ચે કોણ શ્રેષ્ઠ તે જણાવવાનું હોય ત્યારે નિસંકોચ પણે હું જણાવીશ કે થિયેટર આર્ટિસ્ટનો દરજ્જો હંમેશા ઉપર જ રહ્યો છે. જેનું ઉત્તમ ઉદાહરણ અમિતાભ બચ્ચન, બલરાજ જાની, નસરુદ્દીન શાહ અને મનોજ બાજપાઈ છે.

ફિલ્મોની રિલીઝમાં સરકાર હસ્તક્ષેપ કરે તે યોગ્ય નથી
અન્ય સમાચારો પણ છે...