• Gujarati News
  • National
  • શબ્દસેતુ દ્વારા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું

શબ્દસેતુ દ્વારા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરની કલા-સાહિત્ય સંસ્થા શબ્દસેતુ દ્વારા વડોદરા દ્વારા દ્વારકેશલાલજીની અધ્યક્ષતામાં અને ચંદ્રકાન્ત શેઠ અને બળવંત જાની જેવા સાહિત્યકારોની ઉપસ્થિતિમાં રવિવારે શબ્દસેતુ દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શહેરના 151 નામી કવિઓની રચનાઓનો સંપાદિત ગ્રંથ ‘શબ્દશ્રી’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ચિત્ર પ્રદર્શન અને રંગોળી પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અહીં મહોત્સવમાં સાહિત્ય અને કલા ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર મહાનુભવોનો સન્માન સમારોહ પણ યોજાયો હતો. જેમાં સાહિત્ય , પત્રકારત્વ , સંગીત, ચિત્રકલા , રંગોળી , નાટય અને અન્ય વિવિધ ક્ષેત્રોમાં પોતાની કલા પ્રદાન કરનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Book Launch

અન્ય સમાચારો પણ છે...