• Gujarati News
  • National
  • ગુજરાત પોલ્યૂશન કંટ્રોલ બોર્ડની વેબસાઇટના ડેટાનો અભ્યાસ કરતાં થયેલો ઘટસ્ફોટ

ગુજરાત પોલ્યૂશન કંટ્રોલ બોર્ડની વેબસાઇટના ડેટાનો અભ્યાસ કરતાં થયેલો ઘટસ્ફોટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર. વડોદરા | વડોદરામાં ઘણા વિસ્તારોમાં લોકો ભૂગર્ભ જળ વાપરી રહ્યા છે અને હવે તે ઊંડા જઇ રહ્યાં છે. એટલું જ નહીં વડોદરાની આસપાસના ગામડાઓમાં ટીડીએસ( ટોટલ ડિસોલ્વ્ડ સોલ્ટ)ની માત્રા પણ 152 ટકા સુધી વધી છે. પરિણામે ભૂગર્ભજળ પીવાલાયક ખૂબ ઓછા રહ્યાં છે. ત્યારે સ્માર્ટ સિટીના પ્રયાસોની સાથ ે જમીનમાં પાણી ઉતારીને બોરવેલને ફરજિયાતપણે પાણી વડે રિચાર્જ કરવા કાયદા ઘડવાનો સમય આવી ગયો છે.

GPCBનો વાર્ષિક અહેવાલ છેલ્લા ત્રણ-ત્રણ વર્ષથી ગુજરાત સરકારે વેબસાઇટ પર મૂકયો નથી
ગુજરાત પોલ્યૂશન કંટ્રોલ બોર્ડ દ્વારા છેલ્લા ત્રણ-ત્રણ વર્ષથી વાર્ષિક અહેવાલ વેબસાઇટ પર મૂકાઇ રહ્યો નથી. જો છેલ્લા 2014-15ના અને તેની અગાઉના વાર્ષિક અહેવાલના ડેટાનો અભ્યાસ કરવામાં આવે તો ગુજરાત સહિત વડોદરાની આસપાસના દશરથ, બાજવા, છાણી, કરચિયા, વરણામા અને ઉંડેરા ગામોના ભૂગર્ભજળના ટીડીએસ વધ્યાં છે. આ ગામમાં લગભગ એક લાખ લોકો રહે છે. સૌથી વધુ ટીડીએસ (152 ટકા) વરણામા ગામના વધ્યાં છે. ફક્ત ટીડીએસ નહીં હાડકા અને દાંત માટે જોખમી એવું ફ્લોરાઇડની માત્રા પણ આ ભૂગર્ભ જળમાં છે. જેને લીધે તેને લગતાં દર્દીઓની સંખ્યા પણ તબીબોના જણાવ્યા મુજબ વધી રહી છે. પાણીમાં રહેલા કેમિકલને સરભર કરવા માટે પાણીમાં વધારે કેટલા ઓક્સિજનની જરૂર છે તેની માત્રા સીઓડી (કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ) બતાવે છે. વડોદરાની આસપાસના ગામોમાં સીઓડીની માત્રા પણ નોંધાઇ છે. ફક્ત છાણીને બાદ કરતાં તમામ ગામોના પાણીના ટીડીએસ એટલા બધા છે કે આ ભૂર્ગભજળ પીવાલાયક નથી. એન્યૂઅલ રિપોર્ટ ન મૂકાવા વિશે પર્યાવરણ સુરક્ષા સમિતિના કન્વીનર અને પ્રદુષણના મુદ્દે લડત ચલાવનાર કર્મશીલ રોહીત પ્રજાપતિએ જણાવ્યું કે, હવે તો પર્યાવરણને લગતી કાર્યવાહીઓની અપડેટેડ રોજિંદી વિગતો મૂકવાનો કોર્ટે આદેશ આપ્યો છે. ત્યારે આવા રિપોર્ટ ન મૂકાવા ખેદજનક બાબત છે.

વડોદરામાં ભૂગર્ભ જળ ઊંડે જતાં TDS 152% સુધી વધ્યાં
વડોદરા નજીકના કેટલાક ગામોના હેન્ડપંપમાં ટીડીએસ વધ્યાં છે એટલું જ નહીં પણ રંગીન પાણી પણ નીકળે છે.

રિચાર્જિંગ થવું અનિવાર્ય છે
શહેરમાં બોરવેલના ટીડીએસમાં વધારો થવાનું મુખ્યકારણ તેનું નવા તાજા પાણી વડે રિચાર્જિંગ ન થવું તે છે. જો રિચાર્જિંગ આ બોરવેલનું નિયમિતપણે થાય તો સમસ્યા થાય નહીં. કે.સી તિવારી , પ્રાધ્યાપક, એમએસ યુનિવર્સિટી.

રિચાર્જિંગનો ખર્ચ વધુ નથી
વડોદરામાં છેલ્લા 10 વર્ષથી વોટર રિચાર્જિંગની જાગૃતિ ફેલાવતાં એન્જિનિયરિંગ સેવા ટ્રસ્ટના શશીકાંત શાહે જણાવ્યું કે, ઘરનો બોરવેલ હોય તો રિચાર્જિંગ સિસ્ટમ ફિટ કરવાનો ખર્ચ રૂ.20 હજારથી વધુ થતો નથી.

વડોદરાના કયા વિસ્તાર/ગામમાં પાણીની સ્થિતિ
ગામનું નામ વર્ષ TDS COD ફ્લોરાઇડ દશરથ 2012-13 0668 08 0.30 2014-15 1496 07 0.35

વસ્તી : 10,630 | TDSની માત્રા 123.95% વધી

વરણામા 2012-13 0702 05 0.30

2014-15 1774 10 -

વસ્તી :4,251 |TDSની માત્રા 152.70% વધી

બાજવા 2012-13 1208 07 0.46

2014-15 1505 08 1.22

વસ્તી :9,611 | TDSની માત્રા 24.58% વધી વધી

છાણી 2012-13 396 08.4 0.09

2014-15 444 12.0 1.86

વસ્તી :25,000| TDSની માત્રા 12.12% વધી

ઉંડેરા 2012-13 1188 13 6.00

2014-15 1520 8 0.81

વસ્તી : 16,902 | TDSની માત્રા 27.94 % વધી

કરચિયા 2012-13 720 7 0.25

2014-15 906 6 0.24

વસ્તી : 7,103 | TDSની માત્રા 25.83% વધી

ઉદ્યોગોમાંથી ગંદાં પાણી નીકળે છે
વડોદરાની આસપાસ ઉદ્યોગો વિકસ્યાં છે. આ ઉદ્યોગોમાંથી નીકળતું પાણી જમીનને પ્રદુષિત કરે છે. આ ઉપરાંત નવા પાણી બોરવેલમાં ઉમેરાવા જોઇએ તે ઉમેરાતા નથી. તેથી આ સમસ્યા સર્જાય છે. રોહીત પ્રજાપતિ, પર્યાવરણ સુરક્ષા સમિતિ.

ગોરવા, મુજમહુડા મકરપુરાના ભૂગર્ભ જળમાં ફ્લોરાઇડ!
છેલ્લે જીપીસીબી દ્વારા 2011-12માં ગોરવા, મુજમહુડા, મકરપુરા અને નંદેસરીમાં પણ ભૂગર્ભજળના રિપોર્ટ લેવામાં આવ્યાં હતા. આ રિપોર્ટમાં પણ તમામ ભૂગર્ભજળ પ્રદુષિત હતા. ગોરવામાં ફ્લોરાઇડનું પ્રમાણ 0.33 ટકા, મુજમહુડામાં ટીડીએસ 2015 અને મુજમહુડામાં 1616 તથા નંદેસરીમાં 2,245 જેટલું પ્રમાણ હતું.

નવો બોરવેલ જિઓલોજિસ્ટની સલાહ લઇ બનાવો
વડોદરામાં પાણી મળવું ખૂબ અનિયમિત હોવાથી બોરવેલ જિઓલોજિસ્ટ્સની સલાહ લઇને બનાવવા જોઇએ. ગોત્રી-મકરપુરામાં સારા પરિણામો મળ્યાં હોવાનું તજજ્ઞોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...