• Gujarati News
  • National
  • પરીનને શોધવા અમદાવાદ, આણંદ અને ભરૂચમાં દરોડા

પરીનને શોધવા અમદાવાદ, આણંદ અને ભરૂચમાં દરોડા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સસ્તા દરે વિદેશમાં પ્રવાસની લાલચ આપી રૂ.2 કરોડની છેતરપિંડી કરનારા પરીન ઠક્કરની કોઇ જ ભાળ પોલીસને મળતી નથી. પોલીસે અમદાવાદ, ભરુચ અને આણંદ સહિતના શહેરોમાં આવેલી સ્ટાર ટુર્સની ઓફિસો ખાતે જઇ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો પણ નક્કર કડી મળી ન હતી. પરીનના ભાઇને શોધીને પોલીસે તેની પુછપરછ કરી હતી.

પરીન ઠક્કર મૂળ અમદાવાદનો હોવાથી અને હાલ તે બીમાર હોવાથી અમદાવાદમાં જ છુપાયો હોવાની શંકાના આધારે તપાસ માટે એક ટીમ અમદાવાદ મોકલાઇ હતી.અમદાવાદમાં પરીનના મિત્રો અને સ્વજનોની માહિતી મેળવી તપાસ શરૂ કરવામાં આવતા પરીનનો ભાઇ મળી આવ્યો હતો. પોલીસે તેની પુછપરછ કરી હતી પણ નક્કર કડી મળી ન હતી. પરીનની અમદાવાદ ઉપરાંત ભરુચ ઉપરાંત આણંદ સહિતના શહેરોમાં આવેલ તેની ઓફિસો ખાતે પણ તપાસ કરી હતી.બીજી તરફ આજવા રોડ પર રહેતા સ્ટાર ટુર્સના ઓપરેશન હેડ નિર્મલ વ્યાસનો પણ કોઇ પત્તો મળતો નથી. પરીને ભાડાની ઓફિસ અને દુકાન રાખીને ટ્રાવેલ્સનો વ્યવસાય શરૂ કર્યો હતો.પરીન અને નિર્મલની કોલ ડિટેઇલ પણ પોલીસે મંગાવી છે.

અન્ય સમાચારો પણ છે...