• Gujarati News
  • National
  • જાંબુવા ડમ્પિંગ યાર્ડ બંધ કરાવવા માટે ધરણાં

જાંબુવા ડમ્પિંગ યાર્ડ બંધ કરાવવા માટે ધરણાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા . શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલી પાલિકાની લેન્ડફિલ સાઇટ ખાતે લાગેલી આગના પગલે નાગરિકોના આરોગ્ય પર અસર પડી રહી હોવાના આક્ષેપ સાથે ફેડરેશન વડોદરા રેસિડેન્ટ્સ એસોસિયેશનના નેજા હેઠળ 300થી વધુ નાગરિકોએ સાઇટ પર ધરણાં કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. એટલું જ નહીં, આ ડમ્પીંગ યાર્ડ તાત્કાલિક અસરથી બંધ કરવાની માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર પણ મોકલવામાં આવ્યો છે.

ફેડરેશન વડોદરા રેસિડેન્ટ્સ એસોસિયેશનના નેજા હેઠળ રવિવારે સવારે 11 વાગ્યાથી દક્ષિણ વિસ્તારની સોસાયટીઓના 300થી વધુ નાગરિકો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનના ભાગરૂપે ધરણાં પર બેઠા હતા.

અન્ય સમાચારો પણ છે...