• Gujarati News
  • National
  • દાહોદના 10 સોનીને ત્યાં GST વિભાગની તપાસ

દાહોદના 10 સોનીને ત્યાં GST વિભાગની તપાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ અને લીમડી ખાતે આવેલા દસ મોટા જ્વેલર્સના સંચાલકો દ્વારા જીએસટીની ચોરી થતી હોવાની આશંકાના પગલે આજે વડોદરાના અધિકારીઓની ટીમોએ એક સાથે તપાસ હાથ ધરતાં સોની બજારમાં આજે ભારે ચર્ચાએ જોર પકડ્યું હતું. અધિકારીઓ દ્વારા તમામ વ્યવહારો ચકાસવામાં આવ્યાં હતા અને ખરેખર જીએસટીની ચોરી થઇ છે કે કેમ ω તે અંગેની તપાસ ખુબ જ ઉંડાણ પૂર્વક હાથ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, જીએસટી લાગુ કરવામાં આવ્યાં બાદ વેપારીઓ દ્વારા કર ચોરી બાબતે વિવિધ તરકીબો અજમાવવામાં આવતી હોવાના કારણે અધિકારીઓ દ્વારા આ અંગે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. તાજેતરમાં દાહોદ ખાતે આવેલા આઠ જ્વેલર્સ અને લીમડી ખાતે આવેલા બે જ્વેલર્સમાં જીએસટીની ચોરી કરવામાં આવી રહી હોવાની બાતમી મળતાં આજે વડોદરા કચેરીની ટીમે એક સાથે દસ જ્વેલર્સમાં તપાસ હાથ ધરી હતી.

દાહોદના આઠ જ્વેલર્સના કમ્પ્યુટરનો ડેટા તેમજ ચોપડાના હિસાબો ચેક કરવામાં આવ્યાં હતા તો લીમડીના બે જ્વેલર્સમાં પણ અધિકારીઓએ જ્વેલર્સ દ્વારા થયેલા તમામ વ્યવહારોની તપાસ શરૂ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, હાલ તપાસ ચાલી રહી છે અને કર ચોરીની ડિટેઇલ કાલે સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...